ગુજરાત બાદ હવે હિમાચલ પ્રદેશની શાળાઓમાં પણ બાળકોને શ્રીમદ્ ભગવગ્ ગીતાના પાઠ ભણાવાશે
- હવે હિમાચલ પ્રદેશમાં પણ બાળકો ભણે ભગવત ગીતાના પાઠઆ
- પહેલા ગુજરાત સરકારે પણ લીધો છે આ નિર્ણય
શિમલાઃ- દેશભરની શઆળાઓના શિક્ષણને ભારતની સંસ્કૃતિ સાથે જોડવામાં આવી રહ્યું છે, ભારતના ઘાર્મિક ગ્રંથોનું જ્ઞાન બાળકોને બાળપણથી મળી રહે તે હેતુસર ઘણા રાજ્યોમાં પાઠ્યક્રમમાં ભગવત ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે આ પહેલા ગુજરાતમાં આ અંગેનો નિર્ણય લીધા બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ બાળકોને ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ધોરણ 9 થી તમામ વિદ્યાર્થીઓને ‘શ્રીમદ ભગવદ્ ગીતા’નો પણ અભ્યાસ ક્રમમાં સમાવેશ કરી તેનું પઠન કરાવામાં આવશે. આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ઠાકુરે રવિવારે આ જાણકારી આપી.
જો કે આ અંગેની ખાસ વાત એ છે કે આ અગાઉ ભગવદ ગીતાને ગુજરાતની શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી હતી.17 માર્ચે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ભગવદ ગીતાને ધોરણ 6 થી 12 ના ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાના અભ્યાસક્રમના ભાગ રૂપે સામેલ કરવામાં આવશે. ત્યારબાદ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ત્યારે હવે હિમાચલના “મુખ્યમંત્રી ઠાકુરે કહ્યું છે કે 9મા ધોરણથી તમામ વિદ્યાર્થીઓને ભગવદ ગીતા શીખવવામાં આવશે.” શિક્ષણ મંત્રી મંડીના દરંગ વિસ્તારમાં સ્થિત પધાર ગામમાં જાહેર બાંધકામ વિભાગની વિભાગીય કચેરીનું ઉદ્ઘાટન સમયે આ વાત કરી હતી.મંત્રીએ કહ્યું કે ભગવદ ગીતામાં હાજર નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કેન્દ્રની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની તર્જ પર લેવામાં આવ્યો છે.