ભારતમાં ફૂડ ડિલિવરી એપ Zomato અને Swiggy થોડા સમય માટે થઇ ડાઉન
- આખા દેશમાં ઝોમેટો- સ્વિગી ડાઉન
- લગભગ 30 મિનિટ સુધી થયું બંધ
- ટેકનિકલ ખામીના કારણે થયું બંધ
- સોશિયલ મીડિયા પર યુઝર્સની ફરિયાદોનો ઢગલો
ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરનાર બે મુખ્ય એપ ઝોમેટો અને સ્વિગી ટેક્નિકલ કારણોસર બુધવારે દેશભરમાં લગભગ અડધા કલાક સુધી બંધ રહી હતી, જેના કારણે ઘણાને અસુવિધા થઈ હતી.
એવું કહેવામાં આવ્યું છે કે,ટેક્નિકલ ખામીના કારણે આવું થયું છે,જેના કારણે એમેઝોન વેબ સર્વિસ ક્રેશ થઈ શકે છે,કારણ કે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પોતાની રીતે કામ કરે છે.
બંને એપ્સ 30 મિનિટની અંદર ફરી કામ કરવા લાગી હતી, પરંતુ એટલી વારમાં તો સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓની ફરિયાદોનો ઢગલો થઇ ગયો હતો.જેઓ ઑનલાઇન ઓર્ડર કરી શકતા ન હતા અથવા મેનુ પણ જોઈ શકતા ન હતા.
Zomato અને Swiggy બંને કંપનીઓના કસ્ટમર સપોર્ટ હેન્ડલ્સ યુઝર્સના મેસેજ અને ફરિયાદોનો જવાબ આપી રહ્યા હતા અને કહેવામાં આવી રહ્યું હતું કે,ટેકનિકલ ખામીને જલ્દીથી ઠીક કરવામાં આવશે.