ભારતની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓના છ અભ્યાસક્રમો વિશ્વમાં ટોચના 100 માં સમાવેશ – QS રેન્કિંગ
- ભારતની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓના છ અભ્યાસક્રમો ટોપ
- વિશઅવના બેસ્વિટ 100માં સમાવેશ પામ્શ્વયા
- QS રેન્કિંગ જારી
દિલ્હીઃ-ભારતનું શિક્ષણ ગુણવત્તા સભર બન્યું છે, વિશ્વભરમાં ભારતની શિક્ષણ સંસ્થાઓનમા અભ્યાસ ક્રમોની ગણના બેસ્ટ અભ્યાસક્રમોમાં થઈ રહી છે, ત્યારે તેનું ઉદાહરણ તાજેતરમાં જ સાબિત થયું છે, પ્રાપ્ત જાણકારી મુજબ વિતેલા દિવસને બુધવારે જાહેર કરાયેલ ‘સબ્જેક્ટ બેઝ્ડ ક્યુએસ રેન્કિંગ’માં ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓના છ અભ્યાસક્રમોને વિશ્વના ટોચના 100 અભ્યાસક્રમોમાં સ્થાન મળવા પાત્ર બન્યું છે.
ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટી સવિતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ ફોર ડેન્ટિસ્ટ્રી છે, જેણે 18મો ક્રમ આ યાદીમાં મેળવ્યો છે, જ્યારે ઇન્ડિયન સ્કૂલ ઑફ માઇન્સ યુનિવર્સિટી, ધનબાદ એ બીજો શ્રેષ્ઠ યુનિવર્સિટી રેન્ક મેળવ્યો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ મિકેનિકલ એન્જિનિયરિંગમાં 113મા રેન્કથી 98મા ક્રમે આવી ચૂક્યું છે, જ્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસ હવે સિવિલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં 51-100મા રેન્ક પર પહોચ્યું છે.
બીજી તરફ IIT દિલ્હી કેમિકલ એન્જિનિયરિંગમાં 92માં ક્રમે, સામગ્રી વિજ્ઞાનમાં IIT બોમ્બે 99માં અને ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં IISc 91માં ક્રમે પહોંચ્યું છે. ડેવલપમેન્ટ સ્ટડીઝમાં દિલ્હી યુનિવર્સિટી 41મા ક્રમે છે. તે જ સમયે, ભારતની બે મેનેજમેન્ટ સંસ્થાઓ, IIM બેંગ્લોર અને IIM અમદાવાદ પણ ટોપ 100 રેન્કમાં સામેલ થઈ છે.