જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
- જમ્મુના શોપિયામાં આતંકી-સેના આમને સામને
- 15 કલાકમાં બીજી વખત અથડામણની ઘટના
શ્રીનગરઃ- છેલ્લા 15 કલાકની અંદર જમ્મુ કાશ્મીરમાં બીજી વખત આતંકીઓ અને સેના આમનેસામને જોવા મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના લારી વિસ્તારમાં વિતેલી બુધવારની રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. છેલ્લા 15 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે.
આ ઘટનાને લઈને સુરક્ષા દળોના અધિકારીઓએ વિતેલી રાતે જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે સમગ્કોર વિસ્ર્ડતારને ન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ વિસ્તારને ઘેરી લેતા જ સંતાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કરવાનું શરું કર્યુ, જેનીવળતી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી છે કે પોલીસ અને સુરક્ષા દળોના જવાનો હાલમાં કામ પર લાગેલા છે.
તો બીજી તરફ આજ દિવસે, દક્ષિણ કાશ્મીરના અવંતીપોરા ઉપ-જિલ્લાના ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અંસાર ગઝવત-ઉલ-હિંદ ના સફત મુઝફ્ફર સોફી ઉર્ફે મુઆવિયા અને લશ્કર-એ-તૈયબાના ઉમર તેલી ઉર્ફે તલ્હા તરીકે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશઅમીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ સક્રિય થી રહ્યા છએ જો કે સેનાના જવાનો સતત ખડેપગે રહીને આતંકીોના નાપાક ઈરાદાઓને નાકામિયાબ કરી રહ્યા છે.