જયપુરની હોટલમાં ભીષણ આગ હોટલ અને બાર બળીને ખાખ, 8 ગેસ્ટનું કરાયું રેસ્ક્યૂ,જાનહાની ટળી
- જયપુરની હોટલમાં આઈજે સવારે ભીષણ આગની બની હતી ઘટના
- હોટલ અને બાર બળીને ખાખ થયું
- ટેરેસ પર હાજર 8 ગેસ્ટનું કરાયું રેસ્ક્યૂ કરાયું
- ઘટનામાં જાનહાની ટળી
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં MI રોડ સ્થિત એક હોટલમાં આજે ગુરુવારે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ હોટલના રૂફટોપ બાર અને રેસ્ટોરન્ટમાં લાગી હતી. ઘટનાની જાણ પોલીસને પોલીસે ફાયર બ્રિગેડની 8 ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જ્યારે આ ઘટના બની હતી તે સમયે હોટલના ટેરેસ પર 7 થી 8 મહેમાનો ફસાયા હતા. પોલીસે સિવિલ ડિફેન્સ ટીમની મદદથી મહેમાન અને સ્ટાફને હોટલમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા.જેથી જાનહાની ટળી હતી.
જાલુપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ એ ઘટનાને લઈને જણાવ્યું છે કે આગ હોટલ ચાણક્યના ત્રીજા માળે લાગી હતી. છત પર હોટેલ નાઇટ જાર નામની એક બાર અને રેસ્ટોરન્ટ કાર્યરતછે. આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બાર અને રેસ્ટોરન્ટમાંથી અચાનક આગના ગોટા ઉડવા લાગ્યા હતા.
આગ લાગવાની સાથે જ હોટલમાં હાજર મહેમાનો અને સ્ટાફમાં અફરાતફરીનો માગોલ સર્જાયો હતો. જોતજોતામાં થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. માહિતી મળતાં જ પોલીસ, સિવિલ ડિફેન્સની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.અંદાજે આ આગ અઢી કલાક સતત ચાલુ રહી હતી, ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો,
ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેવા સતત પ્રય્તનો કર્યા બીજી તરફ, પોલીસે સિવિલ ડિફેન્સની ટીમની મદદથી હોટલમાં હાજર લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. હોટલના ધાબા પર ફસાયેલા 7-8 મહેમાનો અને સ્ટાફને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યા હતા. હાઇડ્રોલિક ફાયર બ્રિગેડ સહિત 8 ફાયર બ્રિગેડના વાહનોની મદદથી લગભગ અઢી કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.