યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધઃ અત્યાર સુધીમાં 130 બાળકો સહિત 1600થી વધારે લોકોના મૃત્યુ
નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાની સૈન્ય કાર્યવાહીને 40 દિવસથી વધારે દિવસ થઈ ગયા છે. યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવ સહિતના શહેરોમાં રશિયન સેનાએ તબાહી મચાવી છે. મોટાભાગના શહેરો ખંડેરમાં ફેરવાઈ ચુક્યાં છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 131 બાળકો સહિત 1600થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે.
રશિયાના હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. બંને દેશ વચ્ચે 40 દિવસથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેના ગંભીર પરિણામ સામે આવી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે બોરોડ્યાંકા શહેરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં સ્થિતિ વધુ ખરાબ છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા યુદ્ધ અપરાધોના આરોપી રશિયાને હાંકી કાઢવામાં આવ્યું છે.
આ વોટિંગ દરમિયાન 93 દેશોએ રશિયાના વિરોધમાં વોટિંગ કર્યું, જ્યારે ભારત સહિત 58 દેશો વોટિંગથી દૂર રહ્યા હતા. રશિયાના હુમલામાં યુક્રેનમાં અત્યાર સુધીમાં 1611 નાગરિકોના મૃત્યુ થયાં છે. આ આંકડા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આંકડા મુજબ 131 બાળકોનો પણ મૃતકોમાં સમાવેશ થાય છે. જ્યારે 2227 લોકો ઘાયલ છે.
રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. હવે યુક્રેન પોતાની નુકસાનીની ભરપાઈ કરવા માટે રશિયનોની સંપતિથી ભરપાઈ કરવામાં આવી છે. વડા પ્રધાનના કાર્યાલયના જણાવ્યા અનુસાર, લશ્કરી નુકસાનની ભરપાઈ કરવા માટે યુક્રેનમાં તમામ રશિયન સંપત્તિઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવી રહ્યું છે. યુક્રેનના વકીલે જણાવ્યું હતું કે બુચાની સામૂહિક કબરમાંથી પુખ્ત લાશોમાંથી 15 વર્ષની છોકરીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે પુખ્ત વયના લોકો કરતા વધુ બાળકોના મૃતદેહ મળવાની અપેક્ષા છે.