પીએમ મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતના અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા અપીલ કરી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ
- શ્રદ્ધાળુઓને કરી અપીલ
- અંબાજી ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા કરી અપીલ
અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતમાં અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા અપીલ કરી છે.તેમણે માહિતી આપી હતી કે,આજે સાંજે 7 વાગ્યાથી 51 શક્તિપીઠોનો પરિક્રમા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે.સાઉન્ડ અને લાઈટ શોમાં આપણા પુરાણોનું પ્રદર્શન કરવામાં આવશે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે,“ગુજરાતના અંબાજી તીર્થધામમાં શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ શુભ અવસર આવ્યો છે. આજે સાંજે 7 વાગ્યાથી અહીં 51 શક્તિપીઠોનો પરિક્રમા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે,જેમાં આપણા પુરાણોની આકર્ષક રજૂઆત સાથે સંકળાયેલો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ સામેલ છે.મારો આગ્રહ છે કે આપ સૌ આ ભવ્ય અનુષ્ઠાનના સહભાગી બનો.”
गुजरात के अंबाजी तीर्थधाम में श्रद्धालुओं के लिए बहुत ही शुभ अवसर आया है। आज शाम 7 बजे से यहां 51 शक्तिपीठों का परिक्रमा उत्सव शुरू हो रहा है, जिसमें हमारे पुराणों की आकर्षक प्रस्तुति से जुड़ा लाइट एंड साउंड शो भी शामिल है। मेरा आग्रह है कि आप सभी इस भव्य अनुष्ठान के सहभागी बनें। pic.twitter.com/XrWciersau
— Narendra Modi (@narendramodi) April 8, 2022