અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ટાગોર હૉલ અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા એવોર્ડસ 2022 નું આયોજન કરાયું હતું. તેમજ મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા. દર બે વર્ષે આયોજિત થતાં આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના પત્રકારોની કામગીરીને પ્રોત્સાહિત કરાય છે. ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો એ આ એવોર્ડ સમારંભ માટે પોતાની સ્ટોરી મોકલી હતી.
નિર્ણાયકોની પેનલ દ્વારા અલગ અલગ વિષય માં 25 શ્રેષ્ઠ પત્રકારોની પસંદગી કરવામાં આવી. પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો, ડિજિટલ સહિતના પત્રકારોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા. આ એવોર્ડ સમારંભ માં નિર્ણાયક તરીકે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડો. સોનલ પંડયા, NIMCJ ના ડાયરેક્ટર ડો. શિરીષ કાશિકરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો.
બેસ્ટ આરજે તરીકે પૂજા દલાલ ધોળકીયા, બેસ્ટ ન્યૂઝ એન્કર ફીમેલ માટે સંધ્યા પંચાલ, બેસ્ટ પ્રોગ્રામ માટે ડો.નિશિત જોશી, બેસ્ટ ન્યૂઝ એન્કર મેલ તરીકે રોનક પટેલ, બેસ્ટ કોલમિસ્ટ તરીકે હર્ષ મહેશ્વનીયા, પેન્ડમીક હેલ્થ સ્ટોરી માટે ક્રિષ્ણા પટેલ, બેસ્ટ હેલ્થ સ્ટોરી માટે ઈમરાન હોતી, ડીજીટલ બેસ્ટ ઈફેક્ટીવ સ્ટોરી માટે ચેતન પુરોહિત, ડીજીટલ બેસ્ટ બિઝનેશ સ્ટોરી માટે વિવેક ચુડાસમા, બેસ્ટ સ્પોર્ટસ સ્ટોરી માટે અલીઅસગર દેવજાની, બેસ્ટ એજ્યુકેશન સ્ટોરી માટે ધારા રાઠોડ, બેસ્ટ ફ્યુચર સ્ટોરી માટે મહેશ શાહ, બેસ્ટ વેબ સ્ટોરી માટે પ્રશાંત ગુપ્તા, બેસ્ટ રિઝનલ સ્ટોરી માટે સુમન બોરાના, ડીજીટલ બેસ્ટ પોલીટીક્લ સ્ટોરી માટે ટીકેન્દ્ર રાવલ, બેસ્ટ ઈન્વેસ્ટીગેશન સ્ટોરી માટે રાજેશ પટેલ, ફ્રીલાન્સર બેસ્ટ ફોટોગ્રાફર માટે કલપિત ભચેચ, બેસ્ટ પોલીટીક્લસ સ્ટોરી માટે અમિત રાજપુત, બેસ્ટ પોઝિટિવ સ્ટોરી માટે સરફરાજખાન નાગોરી, બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટોરી માટે કરણ રાજપુત, બેસ્ટ ઈન્સપ્રેશન સ્ટોરી માટે ખ્યાતિ માનિક ગડકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કીરીટ ખત્રીનું લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તથા જ્યોતિ ઉનડકટનું સ્પેશિયલ જ્યુરી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.