રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ, મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી, ટિકીટ 16 રૂપિયા
- રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ
- મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી
- 16 રૂપિયાના નજીવા ભાડામાં એઇમ્સ પહોંચી શકાશે
રાજકોટ :કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને સૌપ્રથમ એઇમ્સ ફાળવવામાં આવી છે. ત્યારે રાજકોટમાં એઈમ્સ સુધી દર્દીઓ પહોંચી શકે તે માટે એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજકોટની ભાગોળે એઈમ્સ ઓપીડી શરૂ થઇ ગઈ છે.ત્યારે દર્દીઓ સરળતાથી હોસ્પિટલ સુધી આવક-જાવક કરી શકે તે હેતુથી આજથી દર 45 મિનિટે STથી એઇમ્સની બસ સેવા શરુ થઈ છે.જેમાં બસ પોર્ટથી આ બસ 07.45 એ 09.15 એ 11.00 એ 13.00 એ 14.30 ઉપડશે. જયારે એઇમ્સ હોસ્પિટલથી બસ પોર્ટ 08.30 એ 10.00 એ 11.45 એ 13.45 એ 15.30 એ બસ નીકળશે.
હાલ પ્રારંભિક તબક્કે પાંચ રાઉન્ડ ટ્રીપ શરૂ કરવામાં આવી છે.બાદમાં દર 45 મિનિટે એક બસ દોડાવવામાં આવનાર છે.જ્યાં 16 રૂપિયાના નજીવા ભાડામાં એઇમ્સ પહોંચી શકાશે.આમ,આ બસસેવા શરૂ થતાં દર્દીઓને મોટી સુવિધા મળી રહેશે.