બ્લેક કોફી પીવાથી થતા ફાયદા વિશે જાણો છો? વાંચો
- બ્લેક કોફીથી શરીરને થાય છે ફાયદો
- વજન ઉતારવામાં મદદરૂપ
- જાણો અન્ય રીતે પણ છે ફાયદાકારક
કેટલાક લોકોને શોખ હોય છે કે તે લોકો જ્યારે પણ પીવે ત્યારે કોફીને વધારે પીતા હોય છે અને ખાસ કરીને બ્લેક કોફી. કદાચ આ પાછળના તેમને કારણ ખબર હશે નહીં પરંતુ બ્લેક કોફી પીવાની પણ શરીરને અનેક ફાયદા થાય છે.
જાણકારોના કહેવા પ્રમાણે બ્લેક કોફીમાં કેફીન કરતાં વધુ ફાયદાકારક વસ્તુઓ હોય છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 4 કપ બ્લેક કોફી પીવાથી શરીરની ચરબી લગભગ 4 ટકા ઓછી થઈ શકે છે. કોફીમાં રહેલ કમ્પોનન્ટ કેફીન શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. કેફીન એક કુદરતી ઉત્તેજક છે, જે આપણા મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સક્રિય અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તે શરીરના એનર્જી લેવલને સુધારવામાં પણ મદદ કરે છે.
મીડિયા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) અનુસાર, ગ્રાઉન્ડ બીન્સમાંથી બનેલી નિયમિત બ્લેક કોફીના કપમાં બે કેલરી હોય છે. તે જ સમયે, બ્લેક એસ્પ્રેસોમાં માત્ર એક કેલરી હોય છે. જો તમે ડીકેફિનેટેડ બીન્સનો ઉપયોગ કરો છો, તો કોફીમાં કેલરી સામગ્રી શૂન્ય થઈ જાય છે. આ રીતે વજન ઘટાડવા માટે બ્લેક કોફીનું સેવન કરી શકાય છે.