યુપીના સીએમ યોગી બાદ હવે યુપી સરકારનું પણ ટ્વિટર એકાઉન્ટ થયું હેક
- યુપી પર સતત સાયબર હુમલાની ઘટના
- યાગી બાદ હવે સરકારનું ટ્વિટક એકાઉન્ટ હેક થયું
લખનૌઃ- છેલ્લા ઘણા દિવસથી પ્રતિષ્ઠિત સંસ્થાનો હેકર્સના નિશાન પર જોવા મળી રહ્યા છે,હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ હતુ ત્યાર બાદ ઉત્તરપ્રદેશના સીેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું જો કે હવે ઉત્તરપ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક થવાની ઘટના સામે આવી છે.
ઉત્તર પ્રદેશમાં સાયબર ગુનેગારો વધી રહ્યા છે બે દિવસ પહેલા મુખ્યમંત્રી કાર્યાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થવાની ઘટના બાદ આજરોજ સોમવારે સવારે ઉત્તર પ્રદેશ સરકારનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું.
ટ્વીટર એકાઉન્ટ હેક કરવાની સાથે જ તેનો ડીપી પણ બદલવામાં આવ્યો હતો અને બે ડઝનથી વધુ ફેક ટ્વિટ કરવામાં આવી હતી. જોકે, ટ્વીટર એકાઉન્ટને ટેકનિકલ નિષ્ણાતો દ્વારા થોડા જ સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ સાયબર ગુનેગારોએ મુખ્યમંત્રી કાર્યાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડીપી બદલી નાખ્યો હતી. ટ્વિટર એકાઉન્ટ પરથી 500થી વધુ નકલી ટ્વિટ કરવામાં આવી હતી.48 કલાકથી પણ ઓછા સમયમાં સાયબર ગુનેગારો દ્રારા આ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ટેકનિકલ નિષ્ણાતોની ટીમ આ મામલે હવે ગંભીરતાથી તપાસ કરી રહી છે઼.