રસમલાઈ બનાવા માટે આજકાલ તૈયાર પેકેટ માર્કેટમાં મળતા હોય છે જો કે તે વધુ પૈસામાં ઓછી બને છએ જ્યારે ઘરે બનાવશો તો ઓછા પૈસામાં વધુ બનાવી શકાય છે અને ગરમીમાં રસમલાઈ થાવાની મજાજ કીક અલગ હોય છે, તો ચાલો જોઈએ કી રીતે બને છે ઘરે રસમલાઈ
સામગ્રી
- 1 લીટર દૂધ – (દૂધને ગરમ કરી ફાડીલો, અને તેનો માવો કાઢીલો)
- 100 ગ્રામ – મિલ્ક પાવડર
- 1 કપ- ગરમ દૂધ
- 2 ચમચી – ઘી
- 1 કિલો – ખાંડ (ચાસણી બનાવા માટે)
સૌ પ્રથમ દૂધના માવામાં મિલ્ક પાવડર મિક્સ કરીને બરાબર હાથ વડે સમળીલો, હવે તેમાં ઘી એડ કરીને મિક્સ કરીદો, ત્યાર બાદ તેમાં ગરમ દૂધ જરુર પ્રમાણે એડ કરીને કણકની જેમ ડ્રો તૈયાર કરીલો,
હવે એક તપેલીમાં ગરમ પાણી કરવા રાખી દો,ગરમ પાણી થાય ત્યા સુધી દૂધનો માલો અને મિલ્ક પાવડરમાંથી નાની નાની ચટપી ગોળ ટિક્કીઓ તૈયાર કરીલો,હવે પાણી ઉકળે એટલે આ તૈયાર કેરલી ટિક્કીઓ પાણીમાં નાખીને 5 મિનિટ સુધી ઉકાળી લો,
હવે એક તપેલીના 700 ગ્રામ પાણી લઈને તેમાં 1 કિલો ખાંડ એડ કરીને 2 તાર વાળઈ ચાસણી તૈયાર કરીલો, ખઆંડને ઓછામાં ઓછી 30 મિનિટ ઉકાળશઓ ત્યારે ચાસણી બનશે, હવે પાણીમાંથી ઉકાળશઈને કાઢેલી ટિક્કીઓને આ સાચણીમાં ડૂબોળી દો
હવે રસમાલઈનો રસ બનાવા માટે
- 1 લીટર દૂધ
- સ્વાદ પ્રમાણે ખાંડ
- કાજૂ,બદામ પીસ્તા સમારેલા જરુર પ્રમાણે
- 5-6 કેસરના તાતણા
- 1 વાટકો ઘરમી મલાઈ
હવે એક લીટર દૂધને ઘીમા ગેસ પર ગરમ કરીલો, દૂધ ઉકળીને ઘાટ્ટુ થાય ત્યા સુધી ગરમ કરવું, હને ગરમ થઈ ગયા બાદ તેમાં ખઆંડ નાખીને, કાજૂ.બદામ,પીલસ્તા અને કેસરના તાતણા નાખી ખાંડ ઓગળી જાય ત્યા સુધી ઉકાળી લેવું.
હવે જે ટિક્કીઓ સાચણીમાં બોળી રાખી છે તેને એક એક કરીને આ દૂધના મિશ્રણમાં એડ કરી દેવી, ત્યાર બાદ ચમચી વજે બરાબર એક વાર મિક્સ કરવું હવે આ તપેલી ફ્રીજમાં રાખઈદો, જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે એક વાટકો મલાઈને ચમચી વડે બરાબર ફેટીને રસમલાઈમાં એડ કરીદો, તૈયાર છે ઘરે બનાવેલી સ્વાદિષ્ટ રસમલાઈ