ડીસામાં પૂરફાટ ઝડપે આવતી ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એકનું મોત, એકને ઈજા
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જિલ્લાના ડીસામાં આવેલી દિપક હોટલથી તરફ કાંટ તરફ જતા માર્ગ પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમ એક્ટિવા પર સવાર બે વક્તિ રોડ પર પટકાયા હતા. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળે છે. ત્યારે ડીસા ખાતે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડીસા ખાતે આવેલી દિપક હોટલ પાસે પૂરફાટ ઝડપે આવી રહેલા એક ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે જણા રોડ પર પટકાયા હતા. જેમાં એકનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો..અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડીસા હાઈવે પર ટ્રાફિકનું ભારણ પણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતો પણ વધતા જાય છે. ટ્રાફિક પોલીસે પણ વધુ ઝડપે ચલાવતા વાહન ચાલકો સામે પગલા ભરવાની માગ ઊઠી છે.