1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગ્લૂકોઝ અને  ORSના વેચાણમાં તેજી
રાજ્યમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગ્લૂકોઝ અને  ORSના વેચાણમાં તેજી

રાજ્યમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગ્લૂકોઝ અને  ORSના વેચાણમાં તેજી

0
Social Share
  • ગ્લૂકોઝ અને ORSના વેંચાણમાં 30 ટકા વધારો નોઁધાયો
  • લીબુંના ભઆવ વધતાની સાથે જ લોકો ગ્લૂકોઝ તરફ વળ્યા
  • કેમિસ્ટ એસોસિએશને  સ્ટોકને વધારવાના સુચનો આપ્યા

અમદાવાદ- હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે લીબુંના ભાવ પણ સાતમા આસમાને પહોંચ્યા છે, 250થી લઈને 400 રુપિયે કિલો લીબું મળી રહ્યા છે, બીજી તરફ કાળઝાર ગરમીમાં લોકોને ટકી રહેવા માટે એનર્જીની ઙરપુર જરુર પડે છે ત્યારે લીબું ખરીદવા સો કોઈને પોસાય તેમ નથી જેથી રાજ્યમાં ઓઆરએસ અને લ્ગૂકોઝનું વેંચાણ વધતું જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ચત માહિતી પ્રમાણે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગ્લૂકોઝ અને ઓઆરએસનું વેંચાણ સામાન્ય કરતા 30 ટકા વધ્યું છે,સોકો ગરમીથી રક્ષણ મેળવવા હવે મેડિકલમાંમળતા ગ્લબકોઝની મદદ લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે લીંબુના વધેલા ભાવની સીધી અસર લોકો પર પડી છે જેથી ગુજરાતમાં ગ્લુકોઝ અને ORSનું વેચાણ પણ છેલ્લા એક મહિનામાં વધી ગયુ છે.

આ બાબતે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખ જસવંત પટેલે માહિતી આપી છે અને કહ્યું છે કે , ચાલુ એપ્રિલ મહિનામાં જ ગુજરાતમાં ગ્લુકોઝ અને ORSની માંગમાં મહત્તમ વધારો નોંધાયો છે. સતત વધી રહેલા માંગના કારણે ગ્લોકોઝ અને ORSના ભાવમાં પણ 10 ટકાનો વધારો થયો છે.લોકો હવે લીબુંના ઓપ્શનમાંમ ગ્લૂકોઝ અને ઓઆરએસ લઈ રહ્યા છે.

આ સાથે જ ગરમીના કારણે આ બન્ને વસ્તુઓની માંગને પહોંચી વળનવા માટે કેમિસ્ટ એસોસિએશને ORS અને ગ્લુકોઝનો સ્ટોક વધારવાની પણ સૂચના આપી દીધી છે. જે બાદ રાજ્યની તમામ મેડિકલ સ્ટોર્સમાં ગ્લુકોઝ અને ઓઆરએસનો સ્ટોક વધારવામાં આવશે.જેથી જનતાને દરેક મેડિકલમાં સરળતાથી આ બન્ને વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકાય

ઉલ્લેખનીય છે કે હાલ રમઝાન મહિનો છે લોકો રોજા રાખતા હોય છે એવા સમયે રોજો કોલવામાં લીબું શરબત બેસ્ટ ઓપ્શન હોય છે જ્યારે હવે લીંબુ ન પોસાય તેટલા મોંઘા થયા છે જેથી રોજાદારો પણ ગ્લૂકોઝ પીવાનું પસંદ કરી રહ્યા છે.જેથી દિવસ દરમિયાન ભૂખ્યા રહેતા વખતે તેઓને પુરતી એનર્જી મળી રહે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code