વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર,એપ્લિકેશનમાં થયા આ બદલાવ
- વોટ્સએપ એપ્લિકેશનમાં ફરી આવ્યા નવા ફીચર્સ
- જાણો તે ફીચર્સ વિશે
- યુઝર્સને કેમ આવી રહ્યું છે તે પસંદ?
વોટ્સએપ એપ્લિકેશનમાં કોઈને કોઈ પ્રકારના નવા ફીચર્સ આવતા જ રહેતા હોય છે, કેટલીક વાર યુઝર્સને તે ખૂબ પસંદ આવે છે તો ક્યારે લોકોને પસંદ નથી પણ આવતા ત્યારે હવે વોટ્સએપ એપ્લિકેશનમાં હવે નવા બે ફીચર્સ આવ્યા છે જે યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યા છે.
અત્યાર સુધી વોટ્સએપ તેની પેમેન્ટ સર્વિસ માત્ર થોડા જ યુઝર્સ સુધી પહોંચાડવામાં સક્ષમ હતું, પરંતુ હવે તેને તેનો બિઝનેસ વધારવા અથવા કહો કે યુઝર બેઝ માટે લીલી ઝંડી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બુધવારે વોટ્સએપને 100 મિલિયન યુઝર્સ સુધી પહોંચવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020માં NPCIએ WhatsAppને મલ્ટી-બેંક મોડલ આધારિત UPI દાખલ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ WhatsAppને વધુમાં વધુ 20 મિલિયન યુઝર્સ સાથે શરૂ કરવાનું કહેવામાં આવ્યું. એક વર્ષ બાદ NPCIએ આ સંખ્યાને બમણી કરીને 40 મિલિયન કરવાની મંજૂરી આપી હતી. વોટ્સએપ પોલિસીના તમામ નિયમો અને શરતોને પૂર્ણ કરે તે પછી NPCIએ રિઝર્વ બેંકને જાણ કરી કે તે સંતુષ્ટ છે કે WhatsAppએ ડેટા સ્ટોરેજના ધોરણોનું પાલન કર્યું છે અને સેવાને લાઇવ કરી શકાય છે.