- પેટર્ન વાળા દુપટ્ટાઓની ફેશનનો ટ્રેન્ડ
- ગરમીમાં રાહતની સાથે આપે છે સ્ટાઈલીશ લૂક
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે એટલે યુવતીઓ માટે મોડો પડકાર છે, એક બાજૂ સ્ટાઈલીશ દેખાવવું હોય છે તો બીજી બાજૂ ઘરેથી તૈયાર થઈને નિકળવું મુશ્કેલ બને છે અતિશય તડકાને કારણે તેમણે પોતાનો ચહેરો કવર કરવો પડતો હોય છે આવી સ્થિતિમાં કોટનના અવનવા સ્ટાઈલિશ દુપટ્ટા તમારું કામ સરળ બનાવે છે જે તમારા ટ્રેડિશનલ લૂકને પરફેક્ટ બનાવીને ગરમીથી પણ રક્ષણ આપે છે,તો જોઈલો ગરમીમાં કેવા પ્રકારના દુપચ્ટાને કેરી કરી શકો છો.
કોટનના લેસ વાળો દુપટ્ટા
જ્યારે કોઈ સાદો પ્લેન કે ફુલોની પ્રિન્ટ વાળો ડ્રેસ પહેર્યો હોય ત્યારે આવા લેસ વાળા દુપટ્ટો કે જે માર્કેટમાં મળતા હોય છે ,જે તમારા આ પ્લેન ડ્રેસને એક્સ્ટ્રા ઓડિનરી બનાવે છે, જેનાથી તમારો દેખાવ પણ લાગે છે,આ સાથે જ તેને તમે માથા પર ઓઢીને ત્વચાને કવર કરી શકો છો જેનાથઈ તમારી સુંદરતા પણ બરકરાર રહેશે ્ને ગરમીથી પણ બચી શકાશે
કોટન સ્કાર્ફ
માર્કેટમાં આજકાલ લાઈચ વેઈટ સ્કાર્ફ ખૂબ જોવા મળે છે, જે ગરેમે કપડા એટલે કે વેસ્ટર્ન, ટ્રેડિશનલ પર કેરી કરી શકાય છે જે ગરમીમાં ચહેરા પર બાંધવાથી લઈને ગળામાં ફએશન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે જે તમને સ્ટાઈલીશ લૂક આપે છે.
કોટનમાં ચીકન પ્રિન્ટ
જ્યારે તમે ચિકનના કપડાની પસંદગી કરો છો ત્યારે તેના પર દુપટ્ટોની કોર્નર પર ચિકનની પ્રિન્ટ જોવા મળે છે, આ પ્રકારના દુપટ્ટાઓ ચિકનના ડ્રેસ સાથે આવતા હોય છે જેનાથી ડ્રેસ સ્ટાઈલિશ તો લાગે જ છે સાથે આપણો દેખાવ પણ સારો લાગે છે.આ સાથે જ તેને તમે સરળતાથી બાંધી પણ શકો છો અને માથા પર લઈ શકો છો જેથી ગરમીથી રક્ષણ મળી શકે
બાંઘણીના દુપટ્ટા
આ દુપટ્ટા ઉનાળામાં ખૂબ જ ખૂબ જ ુપયોગી સાબિત થાય છે કારણ કે તે નરમ હોય છે અને એવરગ્રીન ફેશન એટલે બાંઘણી, જે ગમે ત્યારે પહેરી શકાય છે, ગરમીમાં આ દુપટ્ટા તડકાથી રક્ષણ આપે છે, આને તમે માથા પર બાંધી શકો છો અને ચહેરા પર કવર કરી શકો છો.