80ના દાયકાની સુંદર હિરોઈનોમાંની એક પૂનમ ઢીલ્લોનો આજે જન્મદિવસ,નાની વયે જીત્યો મિસ ઇન્ડિયાનો ખિતાબ
- આજે અભિનેત્રી પૂનમ ઢીલ્લોનો જન્મદિવસ
- નાની વયે જીત્યો મિસ ઇન્ડિયાનો ખિતાબ
- પૂનમ એક્ટ્રેસ નહીં પરંતુ ડોકટર બનવા માંગતી હતી
- ફિલ્મ’ત્રિશૂલ’થી બોલિવૂડમાં કર્યું ડેબ્યૂ
મુંબઈ:80ના દાયકાની સુંદર હિરોઈનોમાંની એક પૂનમ ઢીલ્લો દર વર્ષે 18 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવે છે.પોતાના કરિયરમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. કાનપુરમાં જન્મેલી પૂનમના પિતા એરફોર્સમાં એરક્રાફ્ટ એન્જિનિયર હતા.તેણે માત્ર 15 વર્ષની વયે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે આવો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો.
1978માં આવેલી ફિલ્મ ત્રિશુલમાં તેમને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કરવાની તક મળી.વાસ્તવમાં, પૂનમની સુંદરતા જોઈને યશ ચોપડાએ તેને સમય બગાડ્યા વિના પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી.પૂનમ ઢીલ્લોને ખરેખર ભણવું ગમતું હતું, તેથી પહેલા તો તેણે યશ ચોપડાની ફિલ્મને ઠુકરાવી દીધી, પરંતુ બાદમાં તેણે આ ફિલ્મ માત્ર એ શરતે કરી કે,તે શાળાની રજાઓમાં શૂટિંગ કરશે. પૂનમ ઢીલ્લો ખરેખર ભણીને ડોક્ટર બનવા માંગતી હતી.તેમના પિતા પણ એરફોર્સમાં એરક્રાફ્ટ એન્જિનિયર હતા. પરંતુ નસીબમાં કંઈક બીજું હતું.
બોલિવૂડમાં પગ મૂકતા પહેલા પૂનમે વર્ષ 1977માં મિસ ઈન્ડિયા યંગનો ખિતાબ જીત્યો હતો.આ ખિતાબ જીત્યા બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.આ પછી તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. તેમને આજે પણ નૂરી, સોની મહિવાલ, યે વાદા રહા જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે.
ફિલ્મોની જેમ તેમના લગ્ન જીવનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. 1988માં તેણે ફિલ્મ પ્રોડ્યુસર અશોક ઠાકરિયા સાથે લગ્ન કર્યા.પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં.દંપતીએ 1997 માં છૂટાછેડા લીધા હતા.છૂટાછેડા પછી પૂનમ તેના બાળકો સાથે અલગ રહે છે.
આ પહેલા તે વર્ષ 2013 માં ફિલ્મ રમૈયા વસ્તાવૈયામાં જોવા મળી હતી. પૂનમ ‘બિગ બોસ’ની કન્ટેસ્ટેન્ટ પણ રહી ચૂકી છે. તે શોની ત્રીજી સીઝનમાં દેખાઇ હતી અને તે બીજી રનર અપ રહી હતી. આ સિવાય તેણે કિટી પાર્ટી,સંતોષી મા અને દિલ હી તો હૈ જેવા ઘણા ટીવી શો માં કામ કરી ચુકી છે.