શરીરનું વજન ઉતારવાનો સરળ ઉપાય, ભૂખ્યા પણ નહીં રહો અને વજન પણ ઓછું થશે,જાણો કેવી રીતે?
- હવે શરીરને ઉતારવું બન્યું સરળ
- જાણો શું છે તે ઉપાય
- ભૂખ્યા રહેવાની પણ નથી જરૂર
આજકાલ હેવી જંક ફૂડના કારણે લોકોના શરીર વધી રહ્યા છે, સમય બદલાતા લોકોને કામમાં પણ વધારે આરામ મળવા લાગ્યો એટલે કે ખુરશી ટેબલ વાળી જોબ વધારે મળવા લાગી અને તેના કારણે શરીરને કષ્ટ પડવાનું પણ ઓછું થઈ ગયું. આ પ્રકારની સ્થિતિ બનતા લોકોના શરીર પણ વધવા લાગ્યા અને જેના કારણે કેટલાક લોકો મોટાપાનો પણ સામનો કરવા લાગ્યા છે. હવે જે લોકોને લાગતું હોય કે તેમનું શરીર વધારે છે અને તેમને પાતળા થવું છે તો તેના માટે તેઓ સરળ ઉપાયોને અપનાવી શકે છે.
આપણા દેશમાં લોકોને સવારે 9 વાગે નાસ્તો કરવા જોઈએ છે, તે પછી બપોરે 2 વાગે જમવા જોઈએ છે અને પછી ઘરે જતા સાંજે 5 વાગે નાસ્તો કરવા જોઈએ છે અને પછી રાતે 9 વાગે પણ જમવા જોઈએ છે. દિવસમાં 4 વાર જમવાની આદતના કારણે અને શરીરને એટલો કષ્ટ ના પડવાને કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે અને પછી શરીર જાડું થતું જાય છે.
આવામાં જે લોકોને શરીરને ઉતારવું હોય તે લોકોએ માત્ર પોતોના ખાવાની આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે. જે લોકોને સવારે 9 વાગે નાસ્તો જોઈએ છે તે લોકોએ 11 વાગે નાસ્તો અને લંચ એક સાથે કરવું જોઈએ (જેને વિદેશમાં લોકો બ્રંચ પણ કહે છે બ્રેકફાસ્ટ અને લંચ એટલે કે બ્રંચ) જેથી કરીને બપોરના લંચને ટાળી શકાય, અને પછી જ્યારે ઓફિસથી ઘરે જવા માટે નીકળે ત્યારે 6 અથવા 7 વાગે જમવું જોઈએ જેથી કરીને શરીર લાંબો સમય ભુખ્યું રહી શકે અને શરીરની ચરબી ઓછી પણ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે,આ માહિતી માત્ર જાણકારી માટે છે પણ શરીરને ઉતારવા માટે અથવા વજન ઓછું કરવા માટે અન્ય રસ્તાઓ પણ છે જેની જાણકારી સલાહકાર અથવા ડોક્ટર પાસેથી લેવી જોઈએ.