પીએમ મોદીએ WHOના ડીજી ડૉ.ટેડ્રોસ ગેબ્રેયસસ સાથે મુલાકાત કરી
- પીએમ WHOના ડીજી ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસને મળ્યા
- આરોગ્ય ક્ષેત્રને વધુ મજબુત બનાવવા માટે કરી ચર્ચા
- જામનગર ખાતે કરી બંને મહાનુભાવોએ મુલાકાત
જામનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસ સાથે મુલાકાત કરી હતી.જેમાં આરોગ્ય ક્ષેત્રને વધુ મજબુત બનાવવા માટેની ચર્ચા કરી હતી.અગાઉ બંને મહાનુભાવો WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ઘાટન સમયે મળ્યા હતા.
વડાપ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું કે,”@DrTedros ને મળીને હંમેશા આનંદ થાય છે અને આરોગ્ય ક્ષેત્રને વધુ મજબુત બનાવવા માટે નોંધોની આપ-લે કરી.તેઓ હંમેશા તેમના જીવન પર ભારતીય શિક્ષકોના પ્રભાવની પ્રશંસા કરે છે.અને આજે, તેમને તેમની ગુજરાતી કુશળતા માટે પણ ઘણી પ્રશંસા મળી છે! @WHO”.
Always a delight to meet @DrTedros and exchange notes on further strengthening the health sector. He always cherishes the influence of Indian teachers on his life. And today, he got a lot of praise for his Gujarati skills too! @WHO pic.twitter.com/ygCQvuClkX
— Narendra Modi (@narendramodi) April 19, 2022