વિમાનમાં કેવા પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ થાય છે,ખબર છે? જાણો
- પ્લેન માટે કેવું ફ્યુઅલ જોઈએ?
- શું આના વિશે વિચાર્યું?
- જાણો તેના વિશે કેટલીક જાણકારી
પ્લેનમાં મુસાફરી કરવી તે ભારતમાં આજે પણ કેટલાક લોકોનું સપનું છે. ભારતમાં રોજ લાખોની સંખ્યામાં લોકો પ્લેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હશે કે જેને પ્લેનમાં કેવા પ્રકારનું ફ્યુઅલનો ઉપયોગ થાય તેના વિશે ખબર હશે. ટેક્નોલોજીના એક્સપર્ટ આ બાબતે કહે છે કે વિમાનોમાં તેના એન્જિનના પ્રકારના આધારે નક્કી થાય છે કે તેમાં કયા પ્રકારના ઈંધણનો ઉપયોગ થશે.
કમર્શિયલ વિમાનો અને યુદ્ધ વિમાનોમાં ઉપયોગ થનારું ઈંધણ કેરોસિન આધારિત હોય છે. તેમાં સંપૂર્ણ રીતે શુદ્ધ કેરોસિનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય ક્રૂડ એડિટિવ્સનો ઉપયોગ થાય છે.આ એડિટિવ્સ ઓક્સિડેન્ટ્સ, એન્ટીફ્રીઝ, હાઈડ્રોકાર્બન વગેરેનો ઉપયોગ થાય છે. જેટ ઈંધણ કેરોસિનના આધારે તૈયાર થનારું રંગહીન ઈંધણ હોય છે. ટર્બાઈન એન્જિનવાળા વિમાનોમાં આ પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે. જેટ ઈંધણના બે પ્રકાર છે. તેને જેટ-A અને જેટ-A1 કહેવામાં આવે છે. આ બંને પ્રકારના ઈંધણના ફ્રિઝીંગ પોઈન્ટ્સ, એડિટિવ્સ વગેરેમાં અંતર હોય છે.
એવિએશને ગેસોલિન કહેવામાં આવે છે. આ ઈંધણનો ઉપયોગ પિસ્ટન-એન્જિનવાળા નાના વિમાનોમાં થાય છે.સામાન્ય રીતે આ પ્રકારના વિમાનોનો ઉપયોગ ફ્લાઈંગ ક્લબ, ફ્લાઈટ ટ્રેનિંગ જેટ્સ અને પ્રાઈવેટ પાયલટ દ્વારા કરવામાં આવે છે. એવિગેસ એકમાત્ર એવું વિમાન ઈંધણ છે જેમાં ટેટ્રાઈથાઈલ લેડ એડિટિવનો ઉપયોગ થાય છે. તેમાં વિમાનોના એન્જિનમાં કોઈપણ પ્રકારના વિસ્ફોટ થવા કે એન્જિન ફેલ થતું રોકવામાં મદદ મળે છે. જોકે માણસો માટે આ કેમિકલ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. આ કેમિકલની માત્રાના આધારે એવિગેસના પણ બે પ્રકાર છે.આ બંને પ્રકારના વિમાન ઈંધણ ઉપરાંત અનેક એવા પ્રકારના ઈંધણ હોય છે જેનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં થાય છે. તેનું નામ TS-1, Jet B, JP-8 અને JP-5 છે.
TS-1: રશિયા સહિત અનેક દેશોમાં આ પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે. તેનો ફ્રિઝીંગ પોઈન્ટ માઈનસ 50થી થાય છે. આ ઈંધણનો ઉપયોગ અત્યંત ઠંડા વિસ્તારોમાં ઉડાન ભરવા માટે કરવામાં આવે છે. Jet B: આ પ્રકારના ઈંધણમાં 30 ટકા કેરોસિન અને 70 ટકા ગેસોલિનની માત્રા હોય છે. આ ઈંધણનો ઉપયોગ કેનેડા અને અલાસ્કા જેવા અત્યંત બરફના વિસ્તારોમાં ઉડનારા વિમાનોમાં કરવામાં આવે છે. આ પ્રકારના ઈંધણનો ફ્રિઝીંગ પોઈન્ટ માઈનસ 60થી થાય છે. JP-8: આ પ્રકારના ઈંધણનો ઉપયોગ મિલિટરી એરક્રાફ્ટ્સ માટે થાય છે. આ એરક્રાફ્ટ જેટ A1ની જેમ જ હોય છે. પરંતુ એન્ટી-આઈસીંગ અને કરોઝન ઈનહીબિટર જેવા એડિટિવ્સનો ઉપયોગ થાય છે. JP-5: આ ઈંધણ કલરમાં હળવા પીળા રંગનું હોય છે. અને સામાન્ય રીતે તેનો ઉપયોગ મિલિટરી એરક્રાફ્ટમાં થાય છે. આ ઈંધણ નેપ્થીન અને એલ્કેન જેવા હાઈડ્રોકાર્બનનું એક કોમ્પ્લેક્ટ કોમ્બિનેશન હોય છે.
સામાન્ય રીતે આ વિમાનોમાં બે પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈંધણ જેટ ઈંધણ અને એવિગેસ હોય છે. જેટ ઈંધણને જેટ એન્જિનને પાવર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એવિગેસનો ઉપયોગ નાના ટર્બોપ્રોપ વિમાનોમાં એન્જિન પિસ્ટનને ડ્રાઈવ કરવા માટે કરવામાં આવે છે. આ પિસ્ટન જ વિમાનોને હવામાં ઉડાન ભરવામાં પ્રોપેલર્સની મદદ કરે છે.