હવે ઘર બનાવવું થશે મોંધુ – સિમેન્ટની બોરી પર 50 થી 60 રુપિયાનો ભાવ વધારાની શક્યતાઓ
- સિમેન્ટના ભાવમાં 50 થી 60 રુપિયાનો થશે વધારો
- કન્સ્ટ્રક્શન થશે મોંધુ
- ગ્રાહકો પર પડશે ભાવની અસર
દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવમાં ભારેખમ વધારો નોંધાઈ ચૂક્યો છે ,ત્યારે હવે દરેક લોકોનું સપનું ઘર બનાવવાનું હોય છે જે હવે મોંઘુ થવાની તૈયારીમાં છે,જો તમે પમ ઘર બનાવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારુ બજેટ ઘાર્યું હશે તેના કરતા વધી શકે છે.ટૂંકમાં તમારું બજેટ હવે ઘર બનાવાની બાબતમાં ખોરવાશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સ્ટીલ બાદ હવે સિમેન્ટના ભાવમાં પ્રતિ ગુણ 25 થી 50 રૂપિયાનો વધારો થઈ શકે છે. રશિયા-યુક્રેન સંકટને કારણે કંપનીઓ હવે ગ્રાહકો પર વધતા ખર્ચનો બોજ નાખવાની તૈયારીઓમાં જોવા મળી રહી છે. સિમેન્ટના ભાવ વધવાથી ઘર બનાવવાનો ખર્ચ વધશે.
રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં સિમેન્ટની કિંમત વધીને 390 રૂપિયા પ્રતિ ગુણ થઈ ગઈ છે. હવે તેની કિંમતમાં 25 થી 50 રૂપિયા પ્રતિ બોરીનો વધારો થઈ શકે છે અને ભાવ 435 રૂપિયા સુધી પહોંચી શકે છે.
ભાવ વધારાને લઈને ક્રિસિલ તરફથી કહેવામાં આવ્યું હતું કે માર્ચમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 115 ડોલરને પાર કરી ગયું હતું. બીજી તરફ કોલસાના દરમાં પણ વધારો થયો છે. ઈન્ડોનેશિયામાંથી કોલસાની નિકાસ પર પ્રતિબંધના કારણે સિમેન્ટની માંગ વધી છે. વીજળી અને ઈંધણના ખર્ચમાં વધારો થવાને કારણે નૂર ચાર્જમાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 50 ટકા સિમેન્ટનું પરિવહન માત્ર રસ્તાઓ દ્વારા થાય છે.ઉલ્લેખનીય છે કે સિમેન્ટની માંગ જે પ્રમાણે વધી હતી તે હવે ભાવમાં વધારાને લઈને ઘટની પણ શકે છે.