ક્યારેય વિચાર્યું છે કે શા માટે ડ્રિન્ક કરતા લોકો પટિયાલા પેગ શબ્દનો કરે છે યૂઝ , જાણો તેનો અર્થ
- પટિયાલા પેગ એટલે મોટો પેગ
- પંજાબી રાજા પરથી ઇતરી આવ્યો હતો આ શબ્દ
સામાન્ય રીતે જે લોકો ડ્રિન્ક કરવાના શોખિન છે તેઓ અવાર નવાર એક શબ્દ યૂઝ કરતા હો છે કે ચાલો પટિયાલા પેગ લગીવી લઈએ, હવે આપણા મનમાં સવાલ હશે કે આ પટિયાલા પેગ એટલે શું અને આ નામ કઈ રીતે પડ્યું અને ખરેખરમાં આ શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો હવે તમારા આ દરેક સવાલના જવાબ જાણીલો.
પટિયાલા પેગ એટલે શું?
સામાન્ય રીતે પંજાબી શબ્દ છે,આપણે જાણીએ છીએ કે પંજાબી લોકો લસ્સી પીવા માટે મસમોટા ગ્લાસનો ઉપયોગ વધુ કરે છે એ જ રીતે ડ્રિન્ક માટે નાનો ગ્લાસ પીતા હોય છે જ્યારે તેની કોન્ટેટી વધારી દેવામાં આવે છે ત્યારે તેને પટિયાલા પેગ તરીકે ઓળખવામાં આવે છે
આમ તો શરાબ પીનારાઓની પહેલી પસંદ પટિયાલા પેગ હોય છે. પરંતુ હંમેશા એવું કહેવામાં આવે છે પટિયાલા પેગ દરેક લોકો નથી પી શકાતા કારણ કે તેને પીધા પછી ભાન ભૂલાય છે તેમાં ડ્રિન્ક વધુ હોય છે તેથી આમ થાય છે.
સામાન્ય રીતે પટિલાયા પેગ બનાવવાની રીતે કોઈ પુસ્તકમાં નથી લખેલી. પરંતુ પીનારાઓ પટિલાયા પેગમાં 120 મીલી લિટર શબાર ભરે છે એટલે કે પટિયાલા પેગમાં અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ વાઈન મિક્સ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કોઈ વ્યક્તિ પટિયાલા પેગ મારે છે તો તે ચોક્કસ પિયકડ હોય શકે છે.
લોક કથાઓ પ્રમાણે આ શબ્દનો સીધો સંબંધ મહારાજા સાથે છે જી હાસ મહારાજા ભૂપિન્દરસિંહ સાથે પટિયાલા પેગનો સિધો સંબંધ હોવાનું માનવામાં આવે છે. ભૂપિન્દરસિંહ 1900થી 1938 સુધી પટિયાલાા રાજા રહ્યા હતા. આ એ જ રાજા હતા જેમણે પોતાની રોલ્સ રોયસમાં શહેરનો કચરો ભેગો કર્યો હતો.કહેવામાં આવે છે કે ભૂપિન્દર સિંહ પાસે 8 શીખ યોદ્ધાઓથી સજ્જ સ્પેશિયલ પોલો ટીમ હતી. જેમાં તેમણે એકવાર બ્રિટીશ ટીમને રમવા માટે બોલાવી હતી. ત્યારે રમત પહેલાં તેમને મદિરાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે પોતે કેટલું પી શકે છે તેવી કેપેસિટી બતાવવા માટે મોટો પેગ બનાવીને પીવામાં આવ્યો હતો
આથી પોતાની ક્ષમતા બતવવાના ચક્કરમાં વધારે પીવાથી વિદેશી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ વિદેશી ખેલાડીઓએ કહ્યું કે પેગ મોટા બનાવવામાં આવ્યા હતા. ત્યારે રાજાએ કહ્યું હતું કે પટિયાલા પેગ મોટા જ બનાવવામાં આવે છે.અને ત્યારથી પેગનું નામ પટિયાલા પેગ પડી ગયું છે, એટલે કે વધુ માત્રામાં શકાબ હોય તે પેગ પટિયાલા પેગ