દેશમાં કોરોનાના કેસોમાં 2.98 ટકાનો વધારો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,451 કેસ,
- 24 કલાકમાં નોંધાયા 2 હજાર 451 કેસ
- વિતેલા દિવસની સરખાનમણીમાં કેસમાં વધારો
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યા ફરી એક વખત કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે, દિલ્હી,ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને ફરીથી માસ્ક પહેરવાની જેવી બાબતો ફરજિયાત બનાવી છે, આ સાથે જ દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા પણ વધી છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકામાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 2 હજાર 451 નવા કેસ નોંધાયા છે,આજ રોજ શુક્રવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે કોરોનાના કેસોમાં 2.98 ટકાનો વધારો નોંધાયો છે,
આ સાથે જ આજરોદ શુક્રવાર સવાર સુધી દેશમાં સક્રિય કેસની સંખ્યા 14 હજાર 241 હતી અને રિકવરી રેટની જો વાત કરીએ તો 98.75 ટકા નોંધાયો હતો.
કોરોનાથી સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના 1 હજાર 589 દર્દીઓ સાજા પણ થયા છે, જેને લઈને ભારતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 25 લાખ 16 હજાર 68 થઈ ગઈ છે.જો કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 54 લોકોના મોત પણ થયા છે.