આજે વિશ્વ પૃથ્વી દિવસ- જાણો શા માટે ઉજવવામાં આવે છે, તેનો ઈતિહાસ અને ખાસ વાતો
- 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ
- વિશ્વભરમાં આ દિવસનું ખાસ છે મહત્વ
દિલ્હીઃ- ઘરતી આપણી માતા છે, આ શબ્દ આપણે અવાર નવાર બોલતા હોઈએ છીએ, ઘરતીનું જતન તે આપણી પ્રથામિક ફરજ કહીએ તો કંઈ ખોટૂ નથી, આજે 22 એપ્રિલના રોજ વિશઅવભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે, જો કે આજના આ ખાસ દિવસને ઉજવવા માટેનું ખાસ કારણ લોકોને જાગૃત કરવાનું છે.
ખાસ કરીને લોકો પૃથ્વી અને પર્યાવરણ વિશે જાગૃત થાય તે હેતુથી આજના આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પૃથ્વીને બચાવવા માટેના પ્રયાસો માનવના હાથમાં છે જેથી તેઓ સજાગ બને તે તેનો ખાસ હેતુ રહ્યા છો.
જો કે આ દિવસને મનાવવા પાછળ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી પણ એક મહત્વ જોડાયેલપું છે. તે ઉત્તરી ગોળાર્ધના વસંત અને દક્ષિણ ગોળાર્ધના પાનખરના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે.ખાસ કરીને વિશ્વ પૃથ્વી દિવસ કોઈ ઉજવણી નહીં પરંતુ આંદોલનથી પણ આગળ જોવા મળે છે જેની શરૂઆત 1970ના દાયકામાં થઈ હતી, પરંતુ 1990ના દાયકાથી તે એક વિશાળ સ્વરૂપ લઈ રહ્યું છે.
પૃથ્વી દિવસ એ વાર્ષિક આયોજન છે, જે ૨૨ એપ્રિલના રોજ વિશ્વભરમાં પર્યાવરણ સંરક્ષણ અને સમર્થન દર્શાવવા યોજવામાં આવે છે. તેની સ્થાપના યુ.એસ સીનેટર જેરાલ્ડ નેલ્સન દ્વારા ૧૯૭૦માં પર્યાવરણ શિક્ષણ તરીકે કરવામાં આવી હતી. હવે તે દર વર્ષે ૧૯૨ થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. સી
નેટર નેલ્સને પર્યાવરણને રાષ્ટ્રીય એજન્ડામાં ઉમેરવા માટે પહેલા રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ વિરોધની પ્રસ્તાવના આપી હતી. પ્રખ્યાત ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા એડી આલ્બર્ટે અર્થ ડે નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માનવામાં આવે છે કે પૃથ્વી દિવસ એલ્બર્ટના જન્મદિવસ ૨૨ એપ્રિલ, ખાસ કરીને ૧૯૭૦ પછી ઉજવવામાં આવ્યો.
ખાસ કરીને આ દિવસ હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા ૨૨ એપ્રિલ,૧૯૭૦ થી આજના દિવસે પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું. અમેરિકાના સાંસદ ગેરોલ્ડ નેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ વખત અમેરિકાના શહેરોમાં પૃથ્વી દિવસની ઉજવણી કરાયા બાદ આ ઉજવણી એક આંદોલનના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વિકાસ પામી. ઇ.સ.૨૦૦૦ના વર્ષમાં ઇન્ટરનેટના માધ્યમથી પૃથ્વી બચાવોની હાકલ કરવામાં આવતા ૨૨મી એપ્રિલની તે ઉજવણીમાં ૧૮૪ દેશોના કરોડો લોકોએ આ દિવસ ઉજવ્યો હતો.ત્યારથી આજડદિન સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.