1. Home
  2. ગુજરાતી
  3. મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન છે? તો આ છે બેસ્ટ જગ્યા
મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન છે? તો આ છે બેસ્ટ જગ્યા

મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન છે? તો આ છે બેસ્ટ જગ્યા

0
Social Share
  • મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન છે?
  • તો આ જગ્યા છે તમારા માટે બેસ્ટ
  • જાણો તેના વિશે વધારે માહિતી

દુનિયામાં એકલા ફરવા જાવ, પરિવાર સાથે ફરવા જાવ પણ મિત્રો સાથે જે ફરવાની મજા આવે તેવી મજા તો ક્યાંય નથી.કેટલાક લોકો લગ્ન પહેલા બેચલર પાર્ટી આપતા હોય છે અને મિત્રો સાથે ફરવા જતા હોય છે તો તે લોકો માટે સ્થળો સૌથી વધારે સરસ બની શકે છે.

મિત્રો સાથે ફરવામાં જો સૌથી સારુ કોઈ સ્થળ હોય તો તે છે મુંબઈ. કહેવાય છે કે મુંબઈમાં મિત્રો સાથે રાતના સમયે ફરવાની મજા જ અલગ હોય છે અને મુંબઈની રોનક પણ જોવા મળે છે. આ કારણોસર મોટાભાગના લોકો મિત્રો સાથે મુંબઈમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે.

આ પછી જો વાત કરવામાં આવે તો લોકો મોટી સંખ્યામાં મિત્રો સાથે જયપુરમાં ફરવાનું પસંદ કરતા હોય છે. કારણ છે કે આ શહેર ભલે ઉનાળામાં થોડું ગરમ હોય પરંતુ અહિંયા વાતાવરણ મસ્ત હોય છે અને અહીંયા કેટલાક એવા રેસ્ટોરેન્ટ પણ હોય છે જ્યાં તમે મિત્રો સાથે જઈ શકો છો.

ગોવા પણ મિત્રો સાથે ફરવા માટે સૌથી બેસ્ટ સ્થળોમાંનું એક સ્થળ છે કે જ્યાં લોકોને ફરવાનું વધારે પસંદ હોય છે. ગોવામાં દરિયા કિનારો લોકોને સૌથી વધારે પસંદ આવે છે અને ત્યાં રોજ લાખોની સંખ્યામાં લોકો ફરવા આવે છે અને ફરવાનો આનંદ માણતા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code