એક તરફ કોરોના પણ રાજકોટમાં પ્રસંગ માટે કોમ્યુનિટી હોલમાં 500 જેટલા બુકિંગ થયા
- રાજકોટમાં 3 મહિના માટે 19 કોમ્યુનિટી હોલમાં 468 બુકિંગ થયા
- 3 મહિના માટે 19 કોમ્યુનિટી હોલમાં 468 બુકિંગ
- 3 મહિના અગાઉ રિઝર્વેશન કરવું ફરજિયાત
- મોબાઈલ એપ પર ઓનલાઈન બુકિંગની સુવિધા
રાજકોટ: એક તરફ દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે, લોકોને સતર્ક રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે ત્યારે જો વાત કરવામાં આવે રાજકોટ શહેરની તો હવે ત્યાં પ્રસંગનો માહોલ છવાઈ ગયો છે અને લોકો દ્વારા મોટી સંખ્યામાં હોલ સહીત બધી વસ્તુઓને બુક પણ કરી દેવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શહેરમાં 19 કોમ્યુનિટી હોલ આવેલા છે . જેમાં 27 યુનિટ લગ્ન , સગાઈ , ધાર્મિક પ્રસંગો માટે મનપા ભાડે આપે છે . આગામી ૩ મહિનાના સમયગાળા માટે વિવિધ પ્રસંગો માટે 516 જેટલા બુકિંગ થયા છે . જેમાં 468 બુકિંગ લગ્નપ્રસંગ માટે અને 48 બુકિંગ અન્ય પ્રસંગો માટે થયા છે. આગામી ત્રણ મહિનામાં લગ્નપ્રસંગના મુહૂર્ત હોય હોલ બુકિંગ માટે મોટી સંખ્યામાં અરજદારોએ રિઝર્વેશન કરાવ્યા છે.
મનપાના મોટાભાગના કોમ્યુનિટી હોલનું ભાડુ ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવું છે. તેથી વધુ હૉલ બુકિંગ થઈ રહ્યું છે. લગ્ન પ્રસંગ માટે વધુમાં વધુ 90 દિવસ પહેલા રિઝર્વેશન કરી આપવામાં આવે છે. જ્યારે અન્ય પ્રસંગો માટે 30 દિવસ પહેલા રિઝર્વેશન સ્વીકારવામાં આવે છે.