- ખૂબજ ઈઝી રીતે બને છે સેવઉસળ
- ખાવામાં હોય છે ખૂબ જ સ્વાદિષ્ટ
ઘણા લોકોને સેવ ઉસળ વિશે ખબર હશે તો ઘણા લોકો આ નાસ્તાથી અજાણ હશે, ઘણી ઓછી જગ્યાઓ પર આ નાસ્તો મળતો હોય છે, આમ તો ગુજરાતના વડોદરાની આ ફેમસ વાનગી છે, તો ચાલો જોઈએ સેવ ઉસળ ખરેખર કઈ રીતે બને છે,
સામગ્રી
- 250 ગ્રામ – સુકા વટાણા ( 4 થી 6 કલાક પાણીમાં પલાળીને પછી બાફવા)
- 3 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી – આદુ-લસણની પેસ્ટ
- 10 થી 12 નંગ – કઢી પત્તા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 2 ચમચી – લીબુંનો રસ
- 2 ચમચી – લાલ મરચું
- 1 ચમચી – રાય
- 1 ચમચી – જીરું
- 4 ચમચા – તેલ
સર્વ કરવા માટે
- જીણી સમારેલી ડુંગળી
- સેવ
- લીલા ઘાણા
સૌ પ્રથમ વટાણાને 4 થી 6 કલાક સુધી પાણીમાં પલાળેલા રાખો, ત્યાર બાદ તેને બાફઈલો,વટાણા બરાબર બફાય તે ખાસ ધ્યાન રાખવું
હવે એક કઢાઈ લઈલો, તેમાં તેલ નાખીને ગેસ પર રાખીદો, હવે તેમાં રાય જીરું અને કઢી લીમડો નાખો, ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ એડ કરીદો.આ પેસ્ટને બરાબર સાંતળો, ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે હરદળ, મીઠું અને લાલ મરચું એડ કરીને થોડુ પાણી એડ કરીલો જેથી મસાલો બળી નજાય.
હવે મસાલો બરાબર સંતળાય ગયા બાદ તેમાં બટાણા એડ કરીને 2 ગ્લાસ જેટલું પાણી નાખી બરાબર 20 મિનિટ સુધી ઇકાળવાદો,ત્યાર બાદ તેમાં લીબુંનો રસ અને લીલા ઘાણા એડ કરીલો.
હવે થોડા 2 ચમચી જેટલા વટાણાનો રગડો અંદરથી કાઢીને તેને ચમચી વડે ક્રશકરીલો અને ફરીથી તેને કઢઆઈમાં નાખઈદો,જેથી સેવ ઇસળનું સ્ટ્રેક્ચર થોડુ ઘાટ્ટુ થશે,
હવે એક બાઉલ લો તેમાં સેવ ઉસળ કાઢો ઉપર લીલા ધાણા અને સમારેલી ડુંગળી એડ કરીને તમે ખાઈ શકો છો, તમે ઈચ્છો તો ગોળ આમલીની ચટણી કે તીખી ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે નાખઈ શકો છો.