PM મોદી પંચાયતી રાજ દિવસ પર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા – 20 હજાર કરોડથી વધુ કિમંતના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
- પીએમ મોદી આજ જમ્મુ કાશ્મીરની મુલાકાતે
- પંચાયતી રાજ દિવસે 20 હજારથી વધુની કિમંતના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ
શ્રીનગરઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના રાજ્યોના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે,દેશની જનતાના સંપર્કમાં રહી તેઓ સતત દેશની પ્રગતિના માર્ગે જઈ રહ્યા છે ત્યારે આજરોજ પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવી પહોચ્યા છે. આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરના સાંબામાંથી જનસભાનું સંબોધન કરીલ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે જ્યારથી જમ્મુ કાશઅમીરમાંથી કલમ 370 અને રાજ્યમાંથી વિશેષ દરજ્જો હટાવ્યો છે ત્યાર બાદ એ તેમની પ્રથમ મુલાકાત છે. આજરોજ તેમણે અહીં 20,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની અનેક વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.
આ સાથે જ આ કાર્યક્રમમાં તેમની સાથે ચલેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા. PMએ અહીં બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું, જે જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોને નજીક લાવવામાં મદદ કરશે.
આ સાથે જ પીએમ મોદીએ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે અને રાતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ઓગસ્ટ, 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ પીએમની જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.તેમણે પ્રદેશના લોકોને વિકાસરુપી કાર્યો અને યોજનાઓની અનેક ભેંટ આપી છે.
પીએમ મોદીએ કહ્યું કે અહીં પલ્લીના લોકોએ ઈતિહાસ રચ્યો છે. હું બધાને અભિનંદન પાઠવું છું.’ જણાવી દઈએ કે PM મોદીએ પલ્લીમાં 500 kW સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જે કાર્બન ન્યુટ્રલ બનેલી દેશની પ્રથમ પંચાયત બની છે.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે 108 જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તેઓ ગરીબોને મફત દવાઓ અને સર્જીકલ ઓપરેશનની વસ્તુઓ આપશે. પલ્લી પંચાયતમાં સોલાર પ્લાન્ટના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દ્વારા ભારતે ગ્લાસગોના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે પલ્લી પંચાયત દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની છે.
આ સાથે જ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે છેલ્લા 6 મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 80 લાખ પ્રવાસીઓ આવ્યા છે. આવી સ્થિતિમાં અહીં 15 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.