કિટન ટિપ્સઃ- ગરમીમાં ઠંડક માટે બનાવો ગોળ-મિન્ટનું આ કોલ્ડ ડ્રિન્ક, પીવામાં પણ હેલ્ધી અને ગરમીથી મળશે રાહત
- ગોળ અને ફૂદીનાથી બનતું આ કોલ્ડ ડ્રિન્ક
- પેટની બળતરા અને ગરમીમાં આપે છે રાહત
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે અવનવા પીણા બનાવીને આપણે પીતા હોય છે જો કે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ પીણા આપણા સ્વાસ્થ્યને ક્યાક નુકશાન તો નથી કરી રહ્યા ને, આવી સ્થિતિમાં હોમમેડ પીણા પીવાનો આગ્રહ રાખવો જોઈએ,તો ચાલો જોઈઓ ગોળમાંથી બનતું આ કોલ્ડ ડ્રિન્ક
સામગ્રી (2 ગ્સલા કોલ્ડ ડ્રિન્ક બનાવા માટે)
- 4 ચમચી ગોળ
- 2 ગ્લાસ પાણી
- 1 ચમચી જીરાનો પાવડર
- 2 ચમચી જેટલો ફૂદીનો
- 1 ચમચી જલજીરા
- 1 નાનો આદુનો ટૂકડો
ડ્રિન્ક બનાવાની રીત- સૌ પ્રથમ 2 ગ્લાસ પાણીમાં બધો ગોળ નાખી દો,અને ચમચી વડે મિક્સ કરીને ગોળને ઓગાળઈ કાઢો, ત્યાર બાદ આ ગોળનું પાણી મિક્સરની જાર માં લઈને એક વખત મિક્સ કરીલો
હવે આ જ મિશ્રણમાં ફૂદીનો,જીરુ, આદુ અને જલજીરા એડ કરીને થોડો બરફ નાખી 2 થી 3 મિનિટ સુધી બરાબર મિક્સકરીલો
હવે 2 ગ્સામાં આઈસ ક્યૂબ નાખઈને તેમાં આ બનાવેલું ડ્રિન્ક ગાળીને ભરીલો, તૈયાર ચે ગોળનું મિન્ટ વાળું આ કોલ્ડ ડ્રિન્ક