ઈન્ડોનેશિયા આજથી પામ ઓઈલનું વેચાણ નહીં કરે,જાણો કેવી રીતે વધશે ભારતીયો પર બોજ
- આમ જનતા પર મોંઘવારીનો વધુ એક માર
- ઈન્ડોનેશિયા આજથી પામ ઓઈલની નિકાસ કરશે બંધ
- જાણો કેવી રીતે વધશે ભારતીયો પર બોજ
દિલ્હી:પહેલાથી મોંધવારીનો માર સહન કરી રહેલા ભારતીયો પર વધુ બોજ વધવાનો છે.જેનું કારણ બન્યું છે ઈન્ડોનેશિયા. કારણ કે ઈન્ડોનેશિયાએ 28 એપ્રિલથી એટલે કે આજથી ખાદ્યતેલ ખાસ કરીને પામ ઓઈલની નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડોનેશિયાના આ નિર્ણયની અસર ભારત પર પણ થવાની છે.
વાસ્તવમાં, ભારત ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર છે અને તેના ખાદ્ય તેલ (પામ તેલ)ના 50-60 ટકા આયાત કરે છે. ઈન્ડોનેશિયાના આ નિર્ણયની અસર થવાની છે કારણ કે ભારત તેના 50 ટકાથી વધુ પામ ઓઈલ ઈન્ડોનેશિયાથી જ આયાત કરે છે. ઈન્ડોનેશિયાની સરકારે આ નિર્ણય સ્થાનિક બજારમાં વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે લીધો છે. આટલું જ નહીં, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સૂર્યમુખી અને સોયાબીન તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.રશિયા-યુક્રેન વિશ્વના સૌથી મોટા સૂર્યમુખી અને સોયાબીન તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે.
પામ ઓઈલના સપ્લાય પર અસરને કારણે સ્થાનિક બજારમાં તેલના ભાવ પર અસર થઈ શકે છે.ખાદ્યતેલના બજારમાં Adani Wilmar અને Ruchi Soya નું વર્ચસ્વ છે. એટલા માટે આ બંને શેરોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ખાદ્યતેલના ભાવ વધારાથી આ બંને કંપનીઓને ફાયદો થવાનો છે.