સાઉથ ઈન્ડિયા બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ,જાણો ક્યું સ્થળ છે લોકોની ફેવરીટ
- સાઉથ ઈન્ડિયામાં ફરવાનો પ્લાન?
- તો આ જગ્યા ફરવાનું ન ભૂલતા
- ફ્લોટિંગ બ્રિજ છે ખૂબ સુંદર
ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે,લોકો ફરવા નીકળે ત્યારે વિચારવું પડે કે ક્યાં ફરવા જઈશું એટલા બધા સ્થળો આપણા દેશમાં ફરવા માટે છે આવામાં જો વાત કરવામાં આવે સાઉથ ઈન્ડિયાની તો ત્યાં છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને વાત કરવામાં આવે ત્યાંના ખાસ સ્થળોની તો તે સ્થળો તો વિદેશી લોકોને પણ આકર્ષિત કરી રહ્યા છે.
કેરળના કોઝિકોડ સ્થિત બેપોર બીચ પર બનેલો ફ્લોટિંગ બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.ખાસ કરીને પ્રવાસીઓ આ અનોખા પુલની મજા માણવા જઈ રહ્યા છે. તે એક સુંદર દૃશ્ય રજૂ કરે છે.રિપોર્ટ્સ અનુસાર આ બ્રિજ પર એક સાથે 500 લોકો જઈ શકે છે પણ તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં બ્રિજ પર માત્ર 50 લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે, આ સમય દરમિયાન બ્રિજ પર જનારાઓએ લાઇફ જેકેટ પહેરવું ફરજિયાત છે. અનોખા નજારાથી ભરપૂર આ પુલ જોવા માટે પ્રવાસીઓનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યાનો છે.એટલે કે તમે આ સમય દરમિયાન જ આ બ્રિજ પર ફરી શકો છો. આ પુલ હાઇ-ડેન્સિટી પોલિઇથિલિન (HDPE) ઇંટોથી બનેલો છે. આ ખાસ પુલની 15 મીટરની પહોળાઈ છે, જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ નજારો જોવા મળે છે.