દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો- 24 કલાકમાં નોંધાયા 3 હજારથી પણ વધુ કેસો
- 24 કલાકમાં નોંધાયા 3,377 કેસ
- વિતેલા દિવસની સરખાનમણીમાં કેસમાં વધારો
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યા ફરી એક વખત કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે, દિલ્હી,ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને ફરીથી માસ્ક પહેરવાની જેવી બાબતો ફરજિયાત બનાવી છે, આ સાથે જ દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યામાં જોવા મળ્યોછે
જો દેશમાં છેલ્લા 24 કલાકામાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 3 હજાર 377 નવા કેસ નોંધાયા છે, આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ 30 લાખ, 72 હજાર 176 થઈ ગઈ છે.સાજા થનારા દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2 હજાર 496 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 60 લોકોના મોત પણ થયા છે. .આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે કોરોનાના કેસોમાં અગાઉના દિવસ કરતા 2.2 ટકાનો વધારો નોંધાયો છે.
જો દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 17 હજારને પાર થઈ ગઈ છે. હાલમાં, દેશભરમાં 17 હજાર 801 સક્રિય કેસ નોંધાયા છે. સક્રિય કેસ કુલ સંક્રમણ 0.04 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટની જો વાત કરવામાંં આવે તો તે 98.74 ટકા નોંધાયો છે.