12 થી 17 વર્ષની ઉમંર ધરાવતા માટેની કોરોનાની કોવોવેક્સ વેક્સિનેને NTAGI એ આપી મંજૂરી
- 12 થી 17 વર્ષની ઉમંરના માટે કોરોનાની વેક્સિનને મંજૂરી
- કોવોવેક્સ વેક્સિનેને NTAGI એ આપી મંજૂરી
દિલ્હીઃ- દેશમાં જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઈ ત્યારથી કોરોનાને પહોંચી વળવા અને વેક્સિનનું ઉત્પાદન થયું અલગ અલગ આયુ ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી ,જેમાં ખાસ બાળકો માટે પણ વેક્સિન બનાવામાં આવી ત્યારે હવે 12 વર્ષથી લઈને 17 વર્ષની આયુ ધરાવતા લોકો માટે કોરોનાની વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં મીડિયા સાથેની એક ખાસ મુલાકાતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ના સીઇઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, “કોવોવૅક્સનો ઉપયોગ બાળકો માટે કરવામાં આવશે. તેને ડિસીજીઆઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને અમને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.કોવોવેક્સ, લગભગ બે કે ત્રણ મહિનામાં, બૂસ્ટર તરીકે પણ ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ અત્યારે, તે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે માન્ય છે.”
અદાર પૂનાવાલાએ કહ્યું કે અમે યુરોપિયન દેશોમાંથી ઓસ્ટ્રેલિયામાં લગભગ 40 મિલિયન ડોઝની નિકાસ કરી ચૂક્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં બનેલી રસી યુરોપમાં વેચાઈ રહી છે.” યુરોપમાં સ્વીકારવામાં આવશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે.”ઉલ્લેખનીય છે કે હાલ 12થી વધુ વયના લોકો માટે જ વેક્સિનને મંજૂરી અપાય છે.