સુરતમાં 14 એકર જમીન પર ઈન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવાશે, હર્ષ સંઘવી
સુરતઃ રાજ્યમાં રમત-ગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. યુવાનો ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ રસ ભાગ લેતા થાય તે માટે સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવી રહી છે. શાળા અને કોલેજ કક્ષાએ પણ સ્પોર્ટને વધુ મહત્વ મળી રહે તેવી આયોજન કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિમાં સ્પોર્ટસ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. ગૃહરાજ્ય અને રમત ગમત યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ નડિયાદના સ્પોર્ટ્સ માટેના હાઈ પરફોર્મન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓએ દોડ, બરછી ફેંક, ઊંચી કુદ, દોડ, વોલીબોલ, ટેકવોન્ડો, સ્વીમીંગના ખેલાડીઓની રમત નિહાળી હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓને રહેવાની અને જમવાની સગવડ મળી રહે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. સાથે તેમણે ખેલાડીઓને સંબોધતા મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનવા જઇ રહ્યું છે. જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લીધે સરકાર પ્રયત્નશીલ છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ નડિયાદના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ વિવિધ રમતોના રમતવીરો અને કોચ સાથે સંવાદ કર્યો હતો. તેમજ સ્પોર્ટ્સ પોલીસી અંગે સુધારા અંગેના સૂચનો મેળવ્યા હતા.
મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરી ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેની ખાતરી માંગી હતી. નડિયાદ સ્પોર્ટ્સ કૉપ્લેક્સની મુલાકાત દરમિયાન રમતવીરોને મળતા પૌષ્ટિક આહાર અને ડાયેટ અંગે પણ ચોક્કસ વિચારણા કરતા રમતવીરોને મળતા દૈનિક ભથ્થામાં વધારો કરી 480 કરી આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આઉટ ડોર અને ઇન્ડોર ગેમ્સના આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવી હતી
ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલા ખેલ મહાકુંભ રમતવીરો માટે પ્રેરણા રૂપ બન્યો હોવાનુ કહેતા તેમણે જણાવ્યું કે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે. તેઓએ ઉમેર્યું કે 2002 માં 10 થી ઓછા મેડલ હતા અને હવે રમતગમતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. હજુ આગળ વધુ સારું થઈ શકે તેના માટે અધિકારી અને મંત્રી નહિ પણ રમતવીરો પાસેથી આઈડિયા લઇને સારું કામ થઈ શકે તેના પર ચર્ચા કરી છે. બીજીતરફ ખેલાડીઓએ સરકાર દ્વારા ખેલ માટે મળતી સવલતોની સરાહના કરી સાથે સ્પોર્ટ્સ કવોટમાં સરકારી નોકરી મળે તેવી માંગ ખેલાડીઓ કરી હતી. મહત્વનું છે કે આવનારા દિવસોમાં ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા જઈ રહ્યુ છે ત્યારે રમતવીરોના કોચ અને તેમને મળતી સુવિધાઓ ગુજરાતમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની મળી રહી તે પ્રકારનું વાતાવરણ ઉભુ કરવાનો ઉદ્દેશ છે.