આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ
- કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા
- આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ
- વરસાદ આપશે ઠંડક
દિલ્હી: દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલી આકરી ગરમીમાંથી આગામી થોડા દિવસોમાં રાહત મળવાની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા અને ભારે વરસાદની સંભાવના છે.આગામી 2 દિવસ દરમિયાન આ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે.આ વિસ્તારમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી શકે છે. 4 મેના રોજ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના છે.આગામી 3-4 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ગાજવીજ સાથે હળવો અથવા મધ્યમ વરસાદની અપેક્ષા છે.
04-05 મે દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં અલગ-અલગ ગાજવીજ સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.આ વિસ્તારમાં 4 મે દરમિયાન કરા પણ પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે.આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
આગામી 5 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. કેરળમાં 4 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે.તામિલનાડુ અને પુડુચેરીમાં 05 મે અને આંધ્રપ્રદેશમાં 03 મેના રોજ વરસાદની સંભાવના છે. 04 અને 05 ના રોજ નિકોબાર ટાપુઓ પર અને 06 અને 07 મેના રોજ આંદામાન ટાપુઓ પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેને જોતા હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને ચેતવણી જાહેર કરી છે.