‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ યોજના હેઠળ વિકાસ કામો માટે રૂ. 44650 લાખ મંજૂર કરાયાં
અમદાવાદઃ રાજ્યના છેવાડાના નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં પાયાગત સુવિધા ઉપલબ્ધ કરાવવા “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો”- ATVT યોજના હેઠળ ચાલુ વર્ષે 2022-23માં વિકાસ કામો માટે કુલ રૂ. 44650 લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આયોજન વિકેન્દ્રીકરણમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
રાજ્યમાં તાલુકાને વિકાસનું એકમ ગણી “Taluka Centric Approach” અપનાવી વર્ષ: 2010-11થી તાલુકામાં આવેલ તમામ ગામોની સંખ્યા ધ્યાનમાં લઈ તાલુકાવાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્રારા વર્ષ: 2011-12થી તાલુકા સરકારનો અભિગમ અપનાવીને સમગ્ર રાજ્યમાં છેવાડા લોકોનું જીવન ધોરણ સુધારવા તથા તેમની મૂળભૂત જરૂરીયાતો જેવી કે પીવાના પાણીની યોજના, ગ્રામ્ય આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા તથા ઘન કચરાનો નિકાલ જેવા પાયાગત મૂળભૂત પ્રશ્નો હલ કરવા માટે નાણા ફાળવામાં આવે છે.
ગુજરાતમાં વર્ષ 2022-23માં તાલુકા સેન્ટ્રીક એપ્રોચ અનુસાર રાજ્યના દરેક જિલ્લાઓમાં ATVT યોજના હેઠળ તાલુકાવાર મળવા પાત્ર ગ્રાન્ટ અને પ્રાંત અધિકારીને તાલુકાવાર મળવાપાત્ર ગ્રાન્ટમાં બનાસકાંઠા જિલ્લા માટે સૌથી વધુ કુલ રૂ. 2225 લાખ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા માટે કુલ રૂ. 1250 લાખની ગ્રાન્ટ, અમરેલી માટે રૂ. 1525 લાખ, કચ્છ માટે રૂ. 1550 લાખ, ખેડા માટે રૂ. 1375 લાખ, ગાંધીનગર માટે રૂ. 575 લાખ, જામનગર માટે રૂ. 875 લાખ, દેવ ભૂમિ દ્રારકા માટે રૂ. 575 લાખ, જુનાગઢ માટે રૂ. 1275 લાખ, ગીર સોમનાથ માટે રૂ. 824 લાખ, ડાંગ માટે રૂ. 525 લાખ, પંચમહાલ માટે રૂ. 1100 લાખ અને મહીસાગર જિલ્લા માટે રૂ. 950 લાખ ફાળવવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકા માટે રૂ. 1375 લાખની ગ્રાન્ટ, ભાવનગર માટે રૂ. 1450 લાખ, બોટાદ માટે રૂ. 550 લાખ, મહેસાણા માટે રૂ. 1450 લાખ, રાજકોટ માટે રૂ. 1525 લાખ, મોરબી માટે રૂ. 700 લાખ, વડોદરા માટે રૂ. 1200 લાખ, છોટાઉદેપુર માટે રૂ. 1050 લાખ, વલસાડ માટે રૂ. 925 લાખ, સાબરકાંઠા માટે રૂ. 1250 લાખ, અરવલ્લી માટે રૂ. 1025 લાખ, સુરત માટે રૂ. 1350 લાખ, સુરેન્દ્રનગર માટે રૂ. 1400 લાખ, પાટણ માટે રૂ. 1300 લાખ, દાહોદ માટે રૂ. 1325 લાખ, આણંદ માટે રૂ. 1075 લાખ, નવસારી માટે રૂ. 875 લાખ, પોરબંદર માટે રૂ. 400 લાખ, નર્મદા માટે રૂ. 850 લાખ તેમજ તાપી જિલ્લાના વિવિધ તાલુકા માટે કુલ રૂ. 1025 લાખ ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત વર્ષ 2022-23માં રાજ્યના દરેક જિલ્લાઓના પ્રાંત અધિકારીઓને ATVT યોજના હેઠળ પ્રાંતદીઠ મળવાપાત્ર ગ્રાન્ટમાં અમદાવાદ જિલ્લાને રૂ. 125 લાખ, અમરેલી માટે રૂ. 150 લાખ, કચ્છ માટે રૂ. 150 લાખ, ખેડા માટે રૂ. 100 લાખ, ગાંધીનગર માટે રૂ. 50 લાખ, જામનગર માટે રૂ. 75 લાખ, દેવ ભૂમિ દ્રારકા માટે રૂ. 50 લાખ, જુનાગઢ માટે રૂ. 125 લાખ, ગીર સોમનાથ માટે રૂ. 50 લાખ, ડાંગ માટે રૂ. 25 લાખ, પંચમહાલ માટે રૂ. 75 લાખ અને મહીસાગર જિલ્લા માટે રૂ. 75 લાખ અને બનાસકાંઠા જિલ્લા માટે રૂ. 175 લાખ ફાળવવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકા માટે રૂ. 100 લાખની ગ્રાન્ટ, ભાવનગર માટે રૂ. 125 લાખ, બોટાદ માટે રૂ. 50 લાખ, મહેસાણા માટે રૂ. 100 લાખ, રાજકોટ માટે રૂ. 125 લાખ, મોરબી માટે રૂ. 75 લાખ, વડોદરા માટે રૂ. 100 લાખ, છોટાઉદેપુર માટે રૂ. 50 લાખ, વલસાડ માટે રૂ. 75 લાખ, સાબરકાંઠા માટે રૂ. 100 લાખ, અરવલ્લી માટે રૂ. 50 લાખ, સુરત માટે રૂ. 100 લાખ, સુરેન્દ્રનગર માટે રૂ. 125 લાખ, પાટણ માટે રૂ. 100 લાખ, દાહોદ માટે રૂ. 100 લાખ, આણંદ માટે રૂ. 100 લાખ, નવસારી માટે રૂ. 75 લાખ, પોરબંદર માટે રૂ. 50 લાખ, નર્મદા માટે રૂ. 50 લાખ તેમજ તાપી જિલ્લાના વિવિધ તાલુકા માટે કુલ રૂ. 50 લાખ ફાળવવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૮ ટ્રાયબલ સહિત વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે ATVT યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટમાં છોટાઉદેપુર જિલ્લાને રૂ. 400 લાખ, દાહોદ જિલ્લાને રૂ. 800 લાખ, વલસાડ જિલ્લાને રૂ. 100 લાખ નર્મદા જિલ્લાને રૂ. 200 લાખ, પંચમહાલ જિલ્લાને રૂ. 400 લાખ, મહીસાગર જિલ્લાને રૂ. 300 લાખ, બનાસકાંઠા જિલ્લાને કુલ. 800 લાખ, ડાંગ જિલ્લાને રૂ. 300 લાખ, સુરત જિલ્લાને રૂ. 100 લાખ, તાપી જિલ્લાને કુલ. 400 લાખ, કચ્છ જિલ્લાને રૂ.200 લાખ, પાટણ જિલ્લાને રૂ, 300 લાખ, બોટાદ જિલ્લાને રૂ. 100 લાખ, દેવ ભૂમિ દ્રારકાને રૂ. 100 લાખ, ભાવનગર જિલ્લાને રૂ. 100 લાખ, ભરૂચ જિલ્લાને રૂ. 100 લાખ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને રૂ. 300 લાખ ફાળવામાં આવ્યા છે.