ચીન:કોરોનાના કારણે એશિયન ગેમ્સ 2022 ને સ્થગિત કરવામાં આવી
- એશિયન ગેમ્સ 2022 મુલતવી
- સપ્ટેમ્બરમાં ચીનમાં યોજાવવાની હતી આ ઇવેન્ટ
- કોરોનાના વધતા કેસોને લઈને લેવાયો નિર્ણય
મુંબઈ:એશિયન ગેમ્સ 2022 ચીનના હાંગઝોઉમાં 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ તેને 2023 સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.કોવિડ-19ને કારણે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19 મહામારીના ઘણા કેસ સામે આવ્યા છે, જેના કારણે અન્ય કેટલીક મોટી ઘટનાઓને સ્થગિત કરવી પડી છે.
એશિયન ગેમ્સને 2023 સુધી મુલતવી રાખવામાં આવી છે, જોકે તેની નવી તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.ચીની સ્ટેટ મીડિયાએ એશિયન ગેમ્સ 2022 સ્થગિત કરવાના સમાચારની પુષ્ટિ કરી છે, જો કે તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું નથી.
ચીનના બેઇજિંગમાં શીતકાલીન ઓલિમ્પિક ખેલોનું આયોજન બાયો-સિક્યોર બબલમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ટોક્યોમાં 2020 સમર ઓલિમ્પિક ગેમ્સ પણ મુલતવી રાખવી પડી હતી, જે પછીથી જુલાઈ-ઓગસ્ટ 2021 માં યોજવામાં આવી હતી.