અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં બપોરના સમયે તો હાલત વધુ કફોડા બનતી હોય છે. બપોરે શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે બે-ત્રણ મીનીટ ઊભા રહેવું કપરૂ હોય છે. બપોરના સમયે લોકો કામ વિના બહાર નિકળતા નથી. એટલે ટ્રાફિક પણ સામાન્ય કરતા ઓછો જોવા મળતો હોય છે. છતાં સિગ્નલ બંધ હોય વાહનચાલકોને અસહ્ય ગરમીમાં ફરજિયાત ઊભા રહેવાની ફરજ પડતી હતી. આથી હવે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમીમાં રાહત આપતો નિર્ણેય શહેર પોલીસે કર્યો છે. બપોરના સમયે શહેરના ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે. આથી વાહન ચાલકોને આંશિક રાહત મળશે. અને હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામાથી પણ મુક્તિ મળશે. શહેર પોલીસનો શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય છે.
અમદાવા શહેરમાં બપોર 1 વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ વધતા વાહન ચાલકોને તડકામાં સિગ્નલ પર ઊભા રહેવાના કારણે મુશ્કેલીઓ વધે છે. લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમા સિગ્નલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા હતો. ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના નિર્ણેયથી કાળઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જકસનો પર બપોરે સિંગનલ બંધ રહેશે. જેથી તડકામાં સિગ્નલ પર ઉભુ ના રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉનાળામાં રસ્તે જતા વાહન ચાલકો ડીહાઇડ્રેશનને કારણે પડી જવાના કિસ્સાઓ સામે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાની વિચારણ કરવામા આવી હતી. હવે અમલીકરણ શરૂ કરાયું છે. મહત્વનુ છે કે, ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાનો નિર્ણેય લીધો છે. આ નિર્ણેયથી વાહન ચાલકોને ઉનાળાની કાતીલ તડકાથી રક્ષણ મળશે.