ઉનાળામાં ઘરે જ બનાવો કેસર કુલ્ફી, બાળકો પણ થઈ જશે ખુશ
- ઉનાળામાં બનાવો કેસર કુલ્ફી
- આ રહી ઘરે બનાવવાની રીત
- બાળકોને પણ આવી જશે મજા
ઉનાળામાં મોટાભાગના લોકોને બપોરના સમય પર અને રાત્રીના સમય પર કઈને કઈ નવું ખાવાનું મન થતું હોય છે. ખાસ કરીને રાત્રીના સમયે કોઈ સ્વીટ અને ઠંડી વસ્તુ ખાવા માટે મળી જાય તો તો આનંદ આનંદ આવી જાય છે. આવામાં જો વાત કરવામાં આવે ઘરે બનાવી શકાય તેવી સરળ વસ્તુની તો બાળકો માટે અને પોતાના માટે ઘરે જ કેસર કુલ્ફી બનાવી શકાય છે.
ઘરે કેસર કુલ્ફી બનાવવામાં માટે 1.5 લિટર ફુલ ક્રીમ દૂધ, 1 કપ સમારેલા પિસ્તા, 2 ચમચી દૂધ, અડધો કપ ખાંડ, 10 કેસરના તાંતણા, અળધો ટીસ્પૂન લીલી ઈલાયચીની જરૂર પડે છે.
દૂધ ઉકાળો એક પેનમાં ફુલ ક્રીમ દૂધ નાખો. તેને ઉકળવા દો. એકવાર થઈ જાય. લગભગ 25-30 મિનિટ ઉકળવા દો. તેને સારી રીતે ચલાવતા રહો. દરમિયાન, કેસરની સેરને 2 ચમચી ગરમ દૂધમાં પલાળી રાખો. કુલ્ફીનું મિશ્રણ બનાવો હવે દૂધમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવા દો. આ પછી તેમાં પિસ્તા, ઈલાયચી પાવડર અને પલાળેલું કેસર દૂધ નાખો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. તેને ફરીથી 5 મિનિટ ઉકળવા દો. આ પછી ગેસ બંધ કરો અને દૂધને થોડી વાર ઠંડુ થવા દો. મિશ્રણને મોલ્ડમાં રેડો કુલ્ફી સારી રીતે ઘટ્ટ થઈ જાય પછી મિશ્રણને મોલ્ડમાં નાખો. તેને ઓછામાં ઓછા 4-5 કલાક માટે ફ્રીઝ કરો.