દેશ માટે ગોરવની વાતઃ માતા કાલીની મૂર્તિ બ્રિટિશ સંગ્રહલયની શોભા વધારશે- જાણો આ મૂર્તિની ખાસિયતો
- માતા કાલીની મૂર્તિ બ્રટિશના મ્યૂઝિયમની શોભા બનશે
- 35 કૂલોની આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર
- કોલકાતાના કલાકાર દ્રારા આ મૂર્તિ બનાવાઈ છે
ભારત દેશ પોતાની વિશેષતાઓ માટે જાણીતો છે,ત્યારે અહીની કળા પણ દેશ વિદેશમાં વખાણ છે.,હવે ભારતના કોલકાતામાં બનેલી માતા કાલીની મૂર્તિને બ્રિટિશ સંગ્રાહલયમાં સ્થાન આપવામાં આવશે જે ભારતની કલા સંસ્કૃતિ માટે ઘણ ીગૌરવની વાત છે
કુંભારોની વસાહત કુમારતુલીની ગલીઓમાં બનેલી મા કાલીની પાંચ ફૂટ ઊંચી ફાઇબરથી બનેલી છે, જે હવે 17 મેથી બ્રિટિશ મ્યુઝિયમની શોભા વધારશે. આ મૂર્તિને બનાવનાર કારીગર કૌશિક ઘોષે જણાવ્યું કે લંડનમાં NRI બંગાળીઓની કમિટી કેમડેન દુર્ગા પૂજા સમિતિએ મૂર્તિ બનાવવા માટે ડિસેમ્બરમાં તેમનો સંપર્ક કર્યો હતો. લગભગ દોઢ મહિનામાં તેણે 35 કિલો વજનની મૂર્તિ તૈયાર કરી.
બ્રિટિશ મ્યુઝિયમ ટૂંક સમયમાં જ વિશ્વભરની શિલ્પો, પવિત્ર વસ્તુઓ અને કલાકૃતિઓનું એક પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે, જેથી નારી શક્તિ સાથે સંકળાયેલા ચહેરાઓને અહી દર્શાવાશે,પ્રદર્શનની થીમને ધ્યાનમાં રાખીને મૂર્તિ બનાવવામાં સારી ગુણવત્તાના ફાઈબર અને પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિના ઘરેણાં સોનાનો ઢોળ ચડાવેલા છે. આ પ્રતિમા બ્રિટનમાં ઇજિપ્તના દેવ સેખમેટ અને ગ્રીકની એથેનાની સાથે પ્રદર્શિત કરવામાં આવશે.