1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં ઉનાળાના વેકેશન સાથે જ સિવિલ-લેબર કોર્ટના 223 જજની બદલીઓ
રાજ્યમાં ઉનાળાના વેકેશન સાથે જ સિવિલ-લેબર કોર્ટના 223 જજની બદલીઓ

રાજ્યમાં ઉનાળાના વેકેશન સાથે જ સિવિલ-લેબર કોર્ટના 223 જજની બદલીઓ

0
Social Share

અમદાવાદઃ કોરોનાકાળને લીધે રાજ્યના જિલ્લાની કોર્ટોના જજ અને જ્યુડિશિયલ ઓફિસરોની બદલી કરી શકાઈ ન હતી. ઉનાળાના વેકેશનના પ્રારંભે જ પહેલી વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લાભરમાં જજની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના જુદી જુદી કોર્ટોને 223 જેટલા જજની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 147 જેટલા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, તેમજ ડિસ્ટ્રિકટ જજ અને જ્યુડિશિયલ મેમ્બરોની જિલ્લાફેર બદલીઓ કરવામાં આવી છે. ઉનાળાના વેકેશનના પ્રારંભે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 223 જજની બદલી કરવામાં આવી છે. , રાજ્યમાં કોરોનાના કાળને લીધે જજની બદલીઓ કરી શકાઈ નહતી. હવે કોરોનાના કેસ ઘટી ગયા છે. અને કોર્ટ્સ પણ ફુલ ફોરમમાં કામ કરતી થઈ છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા 223 જેટલા જજ અને જ્યુડિશિયલ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બદલીઓ કરવામાં આવી છે, જેમાં સિવિલ અને લેબર કોર્ટના 223 જજ, 12 એડિશનલ સેશન્સ જજની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રો કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે અનિલ વર્મા, ગુજરાત હાઈકોર્ટના રિક્રૂટમેન્ટ એન્ડ ફાઇનાન્સ રજિસ્ટ્રાર તરીકે નિખિલ જોશી, અમદાવાદ લેબર કોર્ટના સિનિયર સિવિલ જજ તરીકે ભરતકુમાર ભટ્ટ,અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે હેતલ દવે, સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે અમિત દવેની ગુજરાત હાઈકોર્ટના લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી તરીકે, ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમીના ડિરેક્ટરની જગ્યાએ શૈલેષ પટેલની બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ફેમિલી કોર્ટનાં જજ તરીકે હિતા ભટ્ટની બદલી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર વક્ફ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે પાઠકની ભલામણ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code