કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેક બટેકાના પલેતા ખાધા છે ,જો નહી તો આજે જ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ વાનગી
- હવે રિંગણની જેમ જ બનાવો બટાકાના પલેતા
- ખૂબજ ટેસ્ટિ અને ચટાકેદાર બનશે આ ડિશ
સામાન્ય રીતે બટાકા એવી વસ્તપ છે કે તેમાંથી સોથી પ મવધુ વાનગીો બનાવી શકાય છે,બહાર ખાણી પીણીમાં બટાકા તો પહેલા નંબરે આવે છે,ચાટ હોય કે ડિશ હોય કે પછી નાસ્તો હોય બટાકાની હાજરી તો હોયને હોયજ, આ રીતે આજે બટાકાની એક નવી ડિશ બનાવતા શીખીશું જેને તને સ્ટાટર્ડ તરીકે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ આ ડિશ ખૂબૂ ઈઝી બેઝિક સામગ્રીમાં બનીને રે઼ડી પણ થઈ જાય છે.
સામગ્રી
- 2 નંગ – એકદમ મોટા બટાકા
- 12 થા 15 નંગ – લીલા મરચા
- 15 થી 20 નંગ – લસણની છોલેલી કળી
- 200 ગ્રામ – લીલા ઘાણા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 3 ચમચી – ઘાણાજીરાનો પાવડર
- 2 ચમચી – લીબુંનો રસ
- 1 ચમચી – જીરુ
- 1 ચમચી – લાલ મરચાનો પાવડર
- તળવા માટે તેલ
સૌ પ્રથમ બટાકાને છોલીને પાણી વડે બરાબર ઘોઈલો, હવે તેની ગોળ ગોળ કાતરી થોડી જાડી સાઈઝમાં ચપ્પુ વડે પાડીલો
હવે એક મિક્સરની ઝાર લો, તેમાં લીલા મરચા, લસણ,લીંબુનો રસ,ઘાણા, ઘાણાજીરુ પાવડર, મીઠું અને લાલ મરચું તથા જીરુ નાખીને અધકચરી પેસ્ટ તૈયાર કરીલો
હવે બટાકાની કાતરીને કોટનના કપડા વટે કોરી કરીલો અને એક મોટા બાઉલમાંમ લઈલો, આ બટાકાની કાતરીમાં પેસ્ટ એડ કરીને બરાબર હાથ વડે મિક્સ કરીલો, હવે આ બટાકાને ઢાકીને ઓછામાં છોછું એક કલાક રહેવાદો.
હવે એક પેઈન લો, તેમાં તેલ થોડુ નાખો અને એક એક બટાકાની કાતરી ગોઠવો ્ને બ્રાઉન થાય તે રીતે સેલો ફ્રાય કરીલે,બન્ને બાજૂથી આરીતે કાતરીને સેલો ફ્રાય કરીલો,બટાકા ચઢી જાય તેનું ખાસ ધ્યાન રાખવું ,
તૈયાર છે બટાકાની મસાલેદાર કાતરી,જેને લુખ્ખી અથવા તો રોટી સાથે ખાઈ શકો છો જો તમે ઈચ્છો તો તેમાં ટામેટા કેચઅપ નાખીને પણ ખાય શકો