- ચક્રવાત અસાનીનું જોખમ
- કારણે અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના
દિલ્હી- છેલ્લા 2 દિવસથી બંગાળની ખાડીમાં અસાની ચક્રવાતનો ભય મંડળાઈ રહ્યો છે, હવે આ અસાની ચક્રવાત ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે. જો કે તેની ગતિ ઘટી છે, ભારતીય હવામાન ખાતાએ એ ઘણ આરાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.
હમામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ ચક્રવાતના કારણે 10 મે થી 13 મે સુધી અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય , નાગાલેન્ડ , મણિપુર , મિઝોરમ , ત્રિપુરા , તમિલનાડું અને કેરળમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે
આ સાથે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 9થી 12 મે સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં તટીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે અને તે વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આ સાથે જ આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓ આગાહી કરે છે કે તે ઉત્તર-પૂર્વ તરફ વળશે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને તે પુરીથી લગભગ 590 દક્ષિણ-પશ્ચિમ અને ગોપાલપુર, ઓડિશાથી લગભગ 510 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.
ચક્રવાત આસાનીની અસર બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ જિલ્લાઓમાં પણ જોવા મળશે. અહીં 11 અને 12 મેના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં તેજ સાથેના તોફાની પવનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. પૂર્વી યુપીમાં 14 મે સુધી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 મે સુધી ગોરખપુર, મહારાજગંજ, કુશીનગર, બસ્તી, આઝમગઢ, બલરામપુર, શ્રાવસ્તી, બલિયા સહિત આસપાસના પૂર્વીય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.