જાણો ક્યા આવેલો છે આ વૈભવી અને કુત્રિમ રીતે બનાવેલ ‘બનાના આઈસ લેન્ડ’,જેની વિશ્વભરમાં છે ચર્ચા.જાણો તેની ખાસિયતો
- નાઈઝિરીયાનો બનાના આઈસ લેન્ડ
- જ્યા અબજો પતિ વસી રહ્યા છે
- ખૂબ આલિશાન મહેલ જેવો દેખાય છએ આચાપુ
- વિશ્વમાં ચર્ચાનો વિષ્ય બન્યો છે
વિશ્વભરમાં ઘણા અજીબ ગામ હોય છે અજીબ ટાપૂ હોય છે કે પછી અજીબ વિસ્તાર હોય છએ કે જ્યા ચોક્કસ કમાણી વાળા લોકો રહેતા હોય કે કોઈ ચોક્કસ વર્ગના લોકો જ સ્થાયિ હોય આજે પણ આપણે એક આવાજ ટાપુ વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં માત્ર ઘનિકોની સમખ્યા વસતી છે.નાઈજીરિયામાં એક અનોખો ટાપુ છે જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેનું નામ બનાના આઇલેન્ડ છે.
નાઈજીરીયામાં આવેલો આ આઈલેન્ડ એક આલીશાન મહેલ જેવો છે. આ ટાપુ પર રહેતા તમામ લોકો અબજોપતિ છે જેઓ વૈભવી જીવન જીવે છે. ઘણા અબજોપતિઓએ મળીને નાઈજીરીયામાં આ ટાપુ બનાવ્યો છે. આ ટાપુ પર એકથી વધુ આલીશાન ઈમારતો છે. નાઈજીરિયાના અગોસમાં બનેલા આ આઈલેન્ડનો આકાર કેળા જેવો છે, જેના કારણે તેનું નામ બનાના આઈલેન્ડ રાખવામાં આવ્યું છે. આ ટાપુ પર સામાન્ય માણસ ઘર ખરીદવાનું વિચારી પણ શકતો નથી.
કુત્રિમ રીતે બનાવાયો છે આ ટાપુ
પેરિસ, ન્યૂયોર્ક અને ટોક્યો જેવા શહેરોને ટક્કર આપવા માટે અબજોપતિઓએ નાઈજીરિયામાં એક કૃત્રિમ ટાપુ બનાવ્યો છે. અહીં ચારેબાજુ માત્ર ઝગમગાટ જ દેખાય છે. આ ખાસ ટાપુ પર માત્ર અબજોપતિઓ જ રહે છે.
બનાના આઇલેન્ડ તરીકે ઓળખાતા આ ટાપુ પરની જમીન અને મકાનોની કિંમત કરોડોમાં છે. એક મીડિયા રિપોર્ટપ્રમાણે , આ ટાપુ વર્ષ 2003માં તૈયાર થયો હતો, જે 402 એકરમાં ફેલાયેલો છે. આ ટાપુ રેતીના આધાર પર બનાવવામાં આવ્યો છે.
અહીં સોથી મોંધુ ઘર 100 કરોડનું છે
અહીં એક ચોરસ મીટર જમીનની કિંમત 84 હજાર રૂપિયા છે. આ સિવાય અહીં એક અલગ ઘર ખરીદવા માટે 21 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. અહીંનું સૌથી મોંઘું ઘર 100 કરોડ રૂપિયા સુધીનું છે જે 6 બેડરૂમ સાથે 2600 ચોરસ મીટરમાં બનેલું છે.
આ ટાપુ ખૂબ જ એકાંતમાં આવ્યો છે જે તેને ખાસ બનાવે છે. શ્રીમંત લોકો અહીં ઘરો ખરીદે છે કારણ કે તેઓ શાંતિથી અને નાઇજીરીયાના સૌથી ગીચ શહેર લાગોસથી દૂર રહેવા માંગે છે. ટાપુ પર સુરક્ષાની સાથે સાથે ગોપનીયતા પણ છે.આ ટાપુ પર ઘરો ઉપરાંત દુકાનો અને શોરૂમ પણ ખૂબ મોંઘા છે જે માત્ર અબજોપતિઓને જ પોસાય છે.