શું તમે પણ વાળ ધોવામાં આવી ભૂલતો નથી કરતા ને? જાણો
કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે લોકોને દરોજ વાળ ધોવાની આદત હોય છે. જો કે ક્યારેક આ આદત તેમને ભારે પણ પડી જતી હોય છે. જાણકારોના કહેવા પ્રમાણે લોકોએ અઠવાડિયામાં માત્ર કેટલીક વાર જ વાળને ધોવા જોઈએ, અને જો વધારે વાર ધોવામાં આવે તો વાળને નુક્સાન થઈ શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે જો વાળમાં કે સ્કેલ્પમાં પોપડી દેખાવા લાગી હોય અથવા તેમાં ખંજવાળ આવે તો તેનો અર્થ છે કે વાળ ગંદા થઈ ગયા છે. આ ઉપરાંત જો વાળ ધોવાના એક દિવસ પછી વાળમાં ઓઈલ દેખાવા લાગે છે એટલે કે વાળ ચીકણા લાગે છે તો તમારે વાળ ધોવાની જરૂર છે. ઘણા લોકોની માથાની ચામડી ઓઇલી હોય છે. જો રોજ વાળ ધોવા નથી માંગતા અને થોડા જ સમયમાં વાળ ઓઇલી થઇ જાય છે તો ડ્રાય શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો.
લાંબા સમય સુધી વાળ ધોવામાં ન આવે તો વાળનું ટેક્સચર પણ ખરાબ લાગે છે. આ તરફ પણ ધ્યાન આપો.દરરોજ તમારા વાળ ધોવાથી વાળ ખરવા અથવા ડ્રાયનેસ થઈ શકે છે, પરંતુ તમારે ઘણા દિવસો સુધી શેમ્પૂ કરવાનું ટાળવું જોઈએ નહીં. તેમજ ડ્રાય શેમ્પૂ માત્ર ઈમરજન્સી માટે જ રાખો
ઉલ્લેખનીય છે કે આ લેખને માત્ર માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.