1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 17865 વાહન અકસ્માત થયા, 204 લોકોના મોત નિપજ્યા
અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 17865 વાહન અકસ્માત થયા, 204 લોકોના મોત નિપજ્યા

અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 17865 વાહન અકસ્માત થયા, 204 લોકોના મોત નિપજ્યા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ ચિતાજનકરીતે વધી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર પણ અકસ્માતોમાં મોખરે છે. અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. તેમજ ફુલ સ્પીડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 17865 અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં 204 લોકોના અકસ્માતથી ડેથ થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં શહેરની વસતી સાથે તેનો વ્યાપમાં પણ વધારો થયો છે. શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો નોંધાયેલા છે. સાંકડા રોડ, રોડ પર દબાણો, ખોટી ડિઝાઇનવાળા વળાંકો,તૂટેલા રોડ, ટ્રાફિક નિયમનમાં બેદરકારી સહિતના કારણોસર વાહન અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. ટ્રાફિક સેન્સ, ટ્રાફિક નિયમનના ભારે અભાવ વચ્ચે શહેરમાં રોજ વાહન અકસ્માત થયા કરતા હોય છે. જેમાં લોકોના જીવ જઇ રહ્યા છે. શહેરમાં 2021માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી વાહન અકસ્માતમાં કુલ 204 લોકોના મોત નિપજ્યા હતા.ઇમરજન્સી સેવા 108ના આંકડા મુજબ ગત વર્ષે અમદાવાદ શહેરમાં 17 હજાર 865 વાહન અકસ્માત થયા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર બીઆરટીએસ કોરીડોરને લીધે મુખ્ય માર્ગો સાંકડા બની ગયા છે. ઉપરાંત તૂટેલા રસ્તાઓ, સાંકળા, દબાણયુક્ત, ખામીવાળી ડિઝાનવાળા રોડને પણ જવાબદાર મનાય છે. બીઆરટીએસ રૂટ પર પણ વધારે અકસ્માતો થઇ રહ્યા છે. ખુલ્લો રૂટ જોઇને વાહનચાલકો તેમાં ઘુસી જાય છે અને મોટરસાયકલ સ્પીલ થવાથી, અન્ય વાહન સાથે અથડાઇ જવાના બનાવો બની રહ્યા છે.ઇમરજન્સી સેવા 108ના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં વર્ષે 17 થી 20 હજાર સુધીના વાહન અકસ્માતના કોલ આવતા હોય છે. શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા ટ્રાફિક અને અનિયંત્રિત પાર્કિંગ સૌથી મોટી સમસ્યા છે. શહેરમાં રોજ અકસ્માતના બનાવો બને છે. આ સમયે અકસ્માતના બનાવોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વારંવાર અક્સ્માત થતા હોય એવાં 34 સ્થળને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયાં હતાં. હવે શહેરનાં વધુ 6 નવાં સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયાં છે. શહેરમાં નવા જાહેર કરાયેલા બ્લેક સ્પોટમાં જ છેલ્લાં 3 વર્ષમાં 53 જીવલેણ અકસ્માતોમાં 25 લોકોનાં મોત થયાં છે. બ્લેક સ્પોટમાં 6 સ્થળના વધારા સાથે અમદાવાદમાં અકસ્માતની સંભાવનાવાળા બ્લેક સ્પોટની સંખ્યા હવે વધીને 40 થઇ ગઇ છે. અમદાવાદમાં અકસ્માતના બનાવો વધે નહીં એ માટે અસરકારક પગલાં ભરવા રોડ સેફટી કમિટીએ જે-તે વિભાગને આદેશ કર્યો છે.અમદાવાદ શહેરના રખિયાલ ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, કામદાર મેદાન સારંગપુર, અદાણી સર્કલ રામોલ ટોલ પ્લાઝા, મણિનગર રેલવે સ્ટેશન અને અડાલજ કટને બ્લેક સ્પોટ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code