કાન્સ ફિલ્મ ફેસ્ટિવલઃ પીએમ મોદીની આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓને સલાહ- ભારતમાં કહાનિઓની કમી નથી, તમે ઈચ્છો તો લાભ લઈ શકો
- પીએમ મોદીની ઈન્ટરનમેશન ફિલસ્મ નિર્માતાઓને સલાહ
- ભારતની કહાનિઓનો લાભ લઈ શકો છો
દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને મંગળવારે કહ્યું કે ભારતમાં ફિલ્મો બનાવવા માટે વાર્તાઓની કોઈ કમી નથી. તેમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓને ભારતમાં ફિલ્મો બનાવવાની અમર્યાદ શક્યતાઓનો લાભ લેવા જણાવ્યું હતું. એક સંદેશમાં, વડા પ્રધાને આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કન્ટ્રી ઑફ ઓનર’ તરીકે ભારતની સહભાગિતા પર ખુશી વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, ‘આ કાર્યક્રમમાં ભારતની ભાગીદારી દેશની આઝાદીના 75 વર્ષ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી વર્ષગાંઠ અને ભારત અને ફ્રાંસ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થવાના મહત્વપૂર્ણ પ્રસંગને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે. વિશ્વ અને ફિલ્મ ક્ષેત્રની બહુપરીમાણીય પ્રકૃતિ અહીં નોંધપાત્ર છે. તેમણે કહ્યું કે ફિલ્મોનો સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા એ ભારતની વિશેષતા છે.
આ સાથે જ વધુમાં આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે વ”ભારત પાસે કહેવા માટે ઘણી વાર્તાઓ છે અને આ દેશમાં ખરેખર વિશ્વનું કન્ટેન્ટ હબ બનવાની અપાર ક્ષમતા છે.” ફિલ્મ ક્ષેત્રે વ્યવસાય કરવાની સરળતા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા મોદીએ કહ્યું. આંતરરાષ્ટ્રીય ફિલ્મ કંપનીઓને સુવિધા આપવાથી – ‘સિંગલ વિન્ડો ક્લિયરન્સ’ની સિસ્ટમને સુનિશ્ચિત કરવા માટેના પ્રોડક્શન્સ સમગ્ર દેશમાં ગમે ત્યાં ફિલ્માંકનની મંજૂરી આપે છે,
વધુમાં કહ્યું કે ભારત વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓને અવિરત શક્યતાઓ પ્રદાન કરે છે, તેમણે સત્યજિત રેની જન્મ શતાબ્દી નિમિત્તે આ મહાન ફિલ્મ નિર્માતાની ફિલ્મને કાન્સ ક્લાસિક કેટેગરીમાં બતાવવાના હેતુથી સાચવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ સાથે જ કહ્યું કે આતંરરાષ્ટ્રીય ફઇલ્મ નિર્માતાઓ ઈચ્છે તો ભારતની કહાનીઓનો લાભ લઈ શકે છે.