નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જૈવ ઇંધણ-બાયો ફ્યુઅલ્સ પરની રાષ્ટ્રીય નીતિ-2018માં સુધારાઓને મંજૂરી આપી છે. 2009માં નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ બાયોફ્યુઅલ્સ પરની રાષ્ટ્રીય નીતિને સ્થગિત કરીને 04.06.2018ના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા “જૈવ ઇંધણ પરની રાષ્ટ્રીય નીતિ- 2018” સૂચિત કરવામાં આવી હતી.
જૈવ ઇંધણનાં ક્ષેત્રમાં પ્રગતિને કારણે, બાયોફ્યુઅલ ઉત્પાદન વધારવા માટે નેશનલ બાયોફ્યુઅલ કોઓર્ડિનેશન કમિટી (NBCC)ની બેઠકોમાં વિવિધ નિર્ણયો લેવાયા હતા. સ્થાયી સમિતિની ભલામણો અને સમગ્ર દેશમાં 01.04.2023થી વીસ ટકા સુધી ઇથેનૉલ મિશ્રિત પેટ્રોલ રજૂ કરવાનું વહેલું કરવાના નિર્ણયને લીધે દેશમાં જૈવ ઇંધણ અંગેની રાષ્ટ્રીય નીતિમાં સુધારા કરવામાં આવે છે.
જૈવ ઇંધણનાં ઉત્પાદન માટે વધુ ફીડસ્ટોક્સને મંજૂરી આપવી છે. પેટ્રોલમાં ઇથેનોલનાં 20% મિશ્રણનાં લક્ષ્યને 2030થી ESY 2025-26માં આગળ વધારવા માટે મંજુરી આપી છે. મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)/નિકાસલક્ષી એકમો (EoUs)માં સ્થિત એકમો દ્વારા દેશમાં જૈવ ઈંધણનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, NBCCમાં નવા સભ્યો ઉમેરવા, ચોક્કસ કિસ્સાઓમાં બાયોફ્યુઅલની નિકાસ માટે પરવાનગી આપવી, અને નેશનલ બાયોફ્યુઅલ કોઓર્ડિનેશન કમિટીની બેઠકો દરમિયાન લીધેલા નિર્ણયોને અનુરૂપ નીતિમાં અમુક શબ્દસમૂહોને કાઢી નાખવા/સુધારવા ને મંજૂરી આપી છે. આ દરખાસ્ત સ્વદેશી ટેક્નોલોજીના વિકાસને પણ આકર્ષિત કરશે અને પ્રોત્સાહન આપશે જે મેક ઈન ઈન્ડિયા ડ્રાઈવ માટે માર્ગ મોકળો કરશે અને તેથી વધુ રોજગારીનું સર્જન કરશે.
જૈવ ઇંધણ પરની વર્તમાન રાષ્ટ્રીય નીતિ વર્ષ 2018 દરમિયાન આવી હતી. આ સુધારા દરખાસ્ત મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ માટે માર્ગ મોકળો કરશે જેનાથી વધુને વધુ જૈવ ઇંધણનાં ઉત્પાદન દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતમાં ઘટાડો થશે. જૈવિક ઇંધણનાં ઉત્પાદન માટે ઘણા વધુ ફીડસ્ટોક્સને મંજૂરી આપવામાં આવી રહી હોવાથી, આ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપશે અને 2047 સુધીમાં ભારતને ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને પ્રોત્સાહન આપશે.