જાણો એવા દેશ વિશે જ્યાં શૌચાલય માટે પણ કાયદો બન્યો છે, ફ્લશ ન કરવા પર મળે છે સજા
- આ છે એવા દેશઓ જ્યા ટોયલેટ માટે પણ છે કાયદો
- ફ્લશ ન કરવા પર મળે છે સજા
દરેક દેશને પોતાના નિયમો અને કાયદાઓ છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક દેશોમાં તો ટોઈલેટ માટે પણ કાયદો બન્યો છે.વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં વૉશરૂમના ઉપયોગને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં સ્વિત્ઝર્લેન્ડ અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે.
સિંગાપોર દેશમાં ખરાબ આદતો માટે કડક સજા આપવામાં આવે છે. ભારતમાં તમે ઘણા એવા લોકો જોયા હશે જે ટોયલેટ જયા પછી ફ્લશ નથી કરતા. બીજી તરફ, જો તમે તેમની આ આદત માટે તેમને અટકાવો તો પણ તેઓ માફી માગીને આગળ વધે છે પરંતુ સિંગાપોરમાં એવું નથી. અહીં જો કોઈ વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કર્યા પછી ફ્લશ નહીં કરે તો તેને જેલની હવા ખાવી પડી શકે છે. મળતી માહિતી પ્રમાણે સિંગાપોરમાં, ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી ફ્લશ ન કરવા પર, 150 ડોલરથી વધુનો દંડ એટલે કે 8 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો તેને જેલની સજા થાય છે.
જો આપણે સ્વિત્ઝરલેન્ડની વાત કરીએ તો આ અંગે એક ખૂબ જ વિચિત્ર કાયદો છે. સ્વિત્ઝર્લેન્ડમાં, તમે રાત્રે 10 વાગ્યા પછી ટોઇલેટ ફ્લશ કરી શકતા નથી. અહીં આવું કરવું ગેરકાયદેસર માનવામાં આવે છે,ખરેખરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેને અવાજ પ્રદૂષણ તરીકે ગણતું આવે છે. અહીંના લોકોનું માનવું છે કે રાત્રે 10 વાગ્યા પછી ટોયલેટમાં ફ્લશ કરવાથી લોકોની ઊંઘ બગડે છે. આ જ કારણ છે કે જો તમે આવું કરતા પકડાઈ જાઓ તો તમારે તેના માટે દંડ ભરવો પડી શકે છે. તેમજ આકરી સજા પણ થઈ શકે છે.