મંદિર પર ધ્વજા ફરકાવવા પાછળનું કારણ આ છે! જાણો તેના વિશે
ભારતના કોઈ પણ ખુણામાં જાવ, કે અત્યારે વિશ્વના કોઈ પણ ખુણામાં જાવ હંમેશા મંદિર પર ધ્વજા તો જોવા મળશે. આપણે સૌ તેનું માન રાખીએ છે અને તેને નતમસ્તક થઈ છે, પણ શું તમને મંદિર પર ધ્વજા કેમ હોય છે તેના વિશે જાણ છે? આ બાબતે જાણકારોનું કહેવું છે કે અથવા તેમનો અભિપ્રાય એવો છે કે કહે છે કે મંદિર પર બાવન ગજની ધજા ચડાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજને મસ્તકે અડાડવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. બાવન ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે, કોઈપણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અદ્વિતીય મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે.
આ ઉપરાંત તે વાત પણ જાણવા જેવી છે કે દરેક મુખ્ય મંદિરમાં દર્શન કર્યા પછી જ્યારે મંદિરમાં પરિક્રમા કરવામાં આવે છે, ત્યારે તમામ સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને મનને શાંતિ મળે છે. પરિક્રમા સાથે જોડાયેલી ખાસ વાત કરીએ તો સૂર્ય દેવની સાત, ભગવાન ગણેશની ચાર, ભગવાન વિષ્ણુની ચાર અને તેમના તમામ અવતારની ચાર પરિક્રમા કરવી. દેવી દુર્ગાની ત્રણ, હનુમાનજી અને શિવજીની અડધી પરિક્રમાનો નિયમ છે. શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે, આ સંબંધમાં એવું માનવામાં આવે છે કે જળ ધારકને પાર ન કરવું જોઈએ.
જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ઘંટ વગાડે છે. મુખ્ય મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાની પ્રથા છે. તેની પાછળનું કારણ એ છે કે તેમાંથી નીકળતો અવાજ સાત સેકન્ડ સુધી ગુંજતો રહે છે જે શરીરના સાત હીલિંગ કેન્દ્રોને સક્રિય કરે છે અને કુંડલિની શક્તિને જાગ્રત કરે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખને માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી.